________________ 55. હું સચ્ચિદાનંદ પરમાત્મા છું. 56. એમ સમજો કે તમે તમારા આત્માના હિત માટે પરવરવાની અભિલાષા રાખતા છતાં એથી નિરાશા પ્રાપ્ત થઈ તો તે પણ તમારું આત્મહિત જ છે. 57. તમારા શુભ વિચારમાં પાર પડો; નહીં તો સ્થિર ચિત્તથી પાર પડ્યા છો એમ સમજો. 58. જ્ઞાનીઓ અંતરંગ ખેદ અને હર્ષથી રહિત હોય છે. 59. જ્યાં સુધી તે તત્ત્વની પ્રાપ્તિ નહીં થાય ત્યાં સુધી મોક્ષની તાત્પર્યતા મળી નથી. 60. નિયમ પાળવાનું દ્રઢ કરતાં છતાં નથી મળતો એ પૂર્વકર્મનો જ દોષ છે એમ જ્ઞાનીઓનું કહેવું છે. 61. સંસારરૂપી કુટુંબને ઘેર આપણો આત્મા પરોણા દાખલ છે. 62. એ જ ભાગ્યશાલી કે જે દુર્ભાગ્યશાલીની દયા ખાય છે. 63. શુભ દ્રવ્ય એ શુભ ભાવનું નિમિત્ત મહર્ષિઓ કહે છે. 64. સ્થિર ચિત્ત કરીને ધર્મ અને શુક્લ ધ્યાનમાં પ્રવૃત્તિ કરો. 65. પરિગ્રહની મૂચ્છ પાપનું મૂળ છે. 66. જે કૃત્ય કરવા વખતે વ્યામોહસંયુક્ત ખેદમાં છો, અને પરિણામે પણ પસ્તાઓ છો, તો તે કૃત્યને પૂર્વકર્મનો દોષ જ્ઞાનીઓ કહે છે. 67. જડભરત અને જનક વિદેહીની દશા મને પ્રાપ્ત થાઓ. 68. પુરુષના અંતઃકરણે આચર્યો કિંવા કહ્યો તે ધર્મ. 69. અંતરંગ મોહગ્રંથિ જેની ગઈ તે પરમાત્મા છે. 70. વ્રત લઈને ઉલ્લાસિત પરિણામે ભાંગશો નહીં. 71. એકનિષ્ઠાએ જ્ઞાનીની આજ્ઞા આરાધતાં તત્ત્વજ્ઞાન પ્રાપ્ત થાય છે. ક્રિયા એ કર્મ, ઉપયોગ એ ધર્મ, પરિણામ એ બંધ, ભ્રમ એ મિથ્યાત્વ, બ્રહ્મ તે આત્મા અને શંકા એ જ શલ્ય છે. શોકનો સંભારવો નહીં, આ ઉત્તમ વસ્તુ જ્ઞાનીઓએ મને આપી. 72. કવા 73. જગત જેમ છે તેમ તત્ત્વજ્ઞાનની દ્રષ્ટિએ જુઓ. 74. શ્રી ગૌતમને ચાર વેદ પઠન કરેલા જોવાને શ્રીમતુ મહાવીર સ્વામીએ સમ્યક્રનેત્ર આપ્યાં હતાં.