________________ 37. 37 એકથી મૈત્રી કરીશ નહીં, કર તો આખા જગતથી કરજે. 38. મહા સૌંદર્યથી ભરેલી દેવાંગનાના ક્રીડાવિલાસ નિરીક્ષણ કરતાં છતાં જેના અંતઃકરણમાં કામથી વિશેષ વિશેષ વિરાગ છૂટે છે તેને ધન્ય છે, તેને ત્રિકાળ નમસ્કાર છે. 39. ભોગના વખતમાં યોગ સાંભરે એ હળુકર્મીનું લક્ષણ છે. 40. આટલું હોય તો હું મોક્ષની ઇચ્છા કરતો નથી : આખી સૃષ્ટિ સલ્ફીલને સેવે, નિયમિત આયુષ્ય, નીરોગી શરીર, અચળ પ્રેમી પ્રેમદા, આજ્ઞાંકિત અનુચર, કુળદીપક પુત્ર, જીવનપર્યત બાલ્યાવસ્થા, આત્મતત્વનું ચિંતવન. 41. એમ કોઈ કાળે થવાનું નથી, માટે હું તો મોક્ષને જ ઇચ્છું છું. 42. સૃષ્ટિ સર્વ અપેક્ષાએ અમર થશે ? 43. કોઈ અપેક્ષાએ હું એમ કહું છું કે સૃષ્ટિ મારા હાથથી ચાલતી હોત તો બહુ વિવેકી ધોરણથી પરમાનંદમાં વિરાજમાન હોત. 44. શુક્લ નિર્જનાવસ્થાને હું બહુ માન્ય કરું છું. 45. સૃષ્ટિલીલામાં શાંતભાવથી તપશ્ચર્યા કરવી એ પણ ઉત્તમ છે. 46. એકાંતિક કથન કથનાર જ્ઞાની ન કહી શકાય. 47. શુક્લ અંતઃકરણ વિના મારાં કથનને કોણ દાદ આપશે ? 48. જ્ઞાતપુત્ર ભગવાનના કથનની જ બલિહારી છે. 49. હું તમારી મૂર્ખતા પર હસું છું કે - નથી જાણતા ગુપ્ત ચમત્કારને છતાં ગુરૂપદ પ્રાપ્ત કરવા મારી પાસે કાં પધારો ? 50. અહો ! મને તો કૃતઘ્ની જ મળતા જણાય છે, આ કેવી વિચિત્રતા છે ! 51. મારા પર કોઈ રાગ કરો તેથી હું રાજી નથી, પરંતુ કંટાળો આપશો તો હું સ્તબ્ધ થઈ જઈશ અને એ મને પોસાશે પણ નહીં. 52. હું કહું છું એમ કોઈ કરશો ? મારું કહેલું સઘળું માન્ય રાખશો ? મારાં કહેલાં ધાકડે ધાકડ પણ અંગીકૃત કરશો ? હા હોય તો જ હે સપુરુષ ! તું મારી ઇચ્છા કરજે. 53. સંસારી જીવોએ પોતાના લાભને માટે દ્રવ્યરૂપે મને હસતો રમતો મનુષ્ય લીલામય કર્યો ! 54. દેવદેવીની તુષમાનતાને શું કરીશું ? જગતની તુષમાનતાને શું કરીશું ? તુષમાનતા સપુરુષની ઇચ્છો.