________________ 17. મહાત્મા થવું હોય તો ઉપકારબુદ્ધિ રાખો; સપુરુષના સમાગમમાં રહો; આહાર, વિહારાદિમાં અલુબ્ધ અને નિયમિત રહો; સન્શાસ્ત્રનું મનન કરો; ઊંચી શ્રેણીમાં લક્ષ રાખો. 18. એ એક્કે ન હોય તો સમજીને આનંદ રાખતાં શીખો. 19. વર્તનમાં બાલક થાઓ, સત્યમાં યુવાન થાઓ, જ્ઞાનમાં વૃદ્ધ થાઓ. 20. રાગ કરવો નહીં, કરવો તો પુરુષ પર કરવો; દ્વેષ કરવો નહીં, કરવો તો કુશીલ પર કરવો. 21. અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતચારિત્ર અને અનંતવીર્યથી અભેદ એવા આત્માનો એક પળ પણ વિચાર કરો. 22. મનને વશ કર્યું તેણે જગતને વશ કર્યું. 23. આ સંસારને શું કરવો ? અનંત વાર થયેલી માને આજે સ્ત્રીરૂપે ભોગવીએ છીએ. 24. નિર્ગથતા ધારણ કરતાં પહેલાં પૂર્ણ વિચાર કરજો; એ લઈને ખામી આણવા કરતાં અલ્પારંભી થજો. 25. સમર્થ પુરુષો કલ્યાણનું સ્વરૂપ પોકારી પોકારીને કહી ગયા; પણ કોઈ વિરલાને જ તે યથાર્થ સમજાયું. 26. સ્ત્રીના સ્વરૂપ પર મોહ થતો અટકાવવાને વગર ત્વચાનું તેનું રૂપ વારંવાર ચિંતવવા યોગ્ય છે. 27. કુપાત્ર પણ સપુરુષના મૂકેલા હસ્તથી પાત્ર થાય છે, જેમ છાશથી શુદ્ધ થયેલો સોમલ શરીરને નીરોગી કરે છે. 28. આત્માનું સત્યસ્વરૂપ એક શુદ્ધ સચ્ચિદાનંદમય છે, છતાં ભાંતિથી ભિન્ન ભાસે છે, જેમ ત્રાંસી આંખ કરવાથી ચંદ્ર બે દેખાય છે. 29. યથાર્થ વચન ગ્રહવામાં દંભ રાખશો નહીં કે આપનારનો ઉપકાર ઓળવશો નહીં. 30. અમે બહુ વિચાર કરીને આ મૂળતત્વ શોધ્યું છે કે,-ગુપ્ત ચમત્કાર જ સૃષ્ટિના લક્ષમાં નથી. 31. રડાવીને પણ બચ્ચાંના હાથમાં રહેલો સોમલ લઈ લેવો. 32. નિર્મળ અંતઃકરણથી આત્માનો વિચાર કરવો યોગ્ય છે. 33. જ્યાં હું માને છે ત્યાં ‘તું નથી, જ્યાં તું માને છે ત્યાં ‘તું નથી. 34. હે જીવ! હવે ભોગથી શાંત થા, શાંત. વિચાર તો ખરો કે એમાં કયું સુખ છે ? 35. બહુ કંટાળીને સંસારમાં રહીશ નહીં. 36. સજ્ઞાન અને સલ્હીલને સાથે દોરજે. 2 પાઠા. ગુપ્ત ચમત્કારનો