________________ 1. 21 વચનામૃત આ તો અખંડ સિદ્ધાંત માનજો કે સંયોગ, વિયોગ, સુખ, દુઃખ, ખેદ, આનંદ, અણરાગ, અનુરાગ ઇત્યાદિ યોગ કોઈ વ્યવસ્થિત કારણને લઈને રહ્યા છે. 2. એકાંત ભાવી કે એકાંત ન્યાયદોષને સન્માન ન આપજો. 3. કોઈનો પણ સમાગમ કરવા યોગ્ય નથી છતાં જ્યાં સુધી તેવી દશા ન થાય ત્યાં સુધી સપુરુષનો સમાગમ અવય સેવવો ઘટે છે. 4. જે કૃત્યમાં પરિણામે દુઃખ છે તેને સન્માન આપતાં પ્રથમ વિચાર કરો. M. કોઈને અંતઃકરણ આપશો નહીં, આપો તેનાથી ભિન્નતા રાખશો નહીં; ભિન્નતા રાખો ત્યાં અંતઃકરણ આપ્યું તે ન આપ્યા સમાન છે. 6. એક ભોગ ભોગવે છે છતાં કર્મની વૃદ્ધિ નથી કરતો, અને એક ભોગ નથી ભોગવતો છતાં કર્મની વૃદ્ધિ કરે છે, એ આશ્ચર્યકારક પણ સમજવા યોગ્ય કથન છે. 7. યોગાનુયોગે બનેલું કૃત્ય બહુ સિદ્ધિને આપે છે. 8. આપણે જેનાથી પટંતર પામ્યા તેને સર્વસ્વ અર્પણ કરતાં અટકશો નહીં. 9. તો જ લોકાપવાદ સહન કરવા કે જેથી તે જ લોકો પોતે કરેલા અપવાદનો પુનઃ પશ્ચાત્તાપ કરે. 9 હજારો ઉપદેશવચનો, કથન સાંભળવા કરતાં તેમાંનાં થોડાં વચનો પણ વિચારવાં તે વિશેષ કલ્યાણકારી છે. 11. નિયમથી કરેલું કામ ત્વરાથી થાય છે, ધારેલી સિદ્ધિ આપે છે; આનંદના કારણરૂપ થઈ પડે છે. 12. જ્ઞાનીઓએ એકત્ર કરેલા અદ્ભૂત નિધિના ઉપભોગી થાઓ. 13. સ્ત્રી જાતિમાં જેટલું માયાકપટ છે તેટલું ભોળપણું પણ છે. 14. પઠન કરવા કરતાં મનન કરવા ભણી બહુ લક્ષ આપજો. 15. મહાપુરુષનાં આચરણ જોવા કરતાં તેનું અંતઃકરણ જોવું એ વધારે પરીક્ષા છે. 16. વચનસપ્તશતી' પુનઃ પુનઃ સ્મરણમાં રાખો. 1 સાતસો મહાનીતિ, જુઓ આંક 19.