________________ Error! Reference source not found. Error! Reference source not found. આપ કાશીક્ષેત્ર તરફ સરસ્વતી સાધ્ય કરવા પધારનાર છો. આમ વાંચીને અત્યાનંદમાં હું કુશળ થયો છું. વારું ! આપ ન્યાયશાસ્ત્ર કયું કહો છો ? ગૌતમ મુનિનું કે મનુસ્મૃતિ, હિંદુધર્મશાસ્ત્ર, મિતાક્ષરા, વ્યવહાર, મયૂખ આદિ પ્રાચીન ન્યાયગ્રંથો કે હમણાંનું બ્રિટીશ લૉ પ્રકરણ ? આનો ખુલાસો હું નથી સમજ્યો. મુનિનું ન્યાયશાસ્ત્ર મુક્તિ પ્રકરણમાં જાય તેમ છે. બીજા ગ્રંથો રાજ્ય પ્રકરણમાં - “બ્રિટીશમાં માઠાં” જાય છે; ત્રીજા ખાસ બ્રિટીશને જ માટે છે, પરંતુ તે અંગ્રેજી. ત્યારે હવે એમાંથી આપે કોને પસંદ કર્યું છે ? તે મર્મ ખુલ્લો થવો જોઈએ. મુનિશાસ્ત્ર અને પ્રાચીન શાસ્ત્ર સિવાય જો ગયું હોય તો એ અભ્યાસ કાશીનો નથી. પરંતુ મૅટ્રિકયુલેશન પસાર થયા પછી મુંબઈ-પૂનાનો છે, બીજાં શાસ્ત્રો સમયાનુકૂળ નથી. આ આપનો વિચાર જાણ્યા વિના જ વેતર્યું છે. પરંતુ વેતરવામાં પણ એક કારણ છે. શું ? તો આપે સાથે અંગ્રેજી વિદ્યાભ્યાસનું લખ્યું છે તે, હું ધારું છું કે એમાં કંઈ આપ ભૂલથાપ ખાતા હશો. મુંબઈ કરતાં કાશી તરફ અંગ્રેજી અભ્યાસ કંઈ ઉત્કૃષ્ટ નથી, જ્યારે ઉત્કૃષ્ટ ન હોય ત્યારે આવું પગલું ભરવાનો હેતુ બીજો હશે, આપ ચીતરો ત્યારે દર્શિત થાય. ત્યાં સુધી શંકાગ્રસ્ત છું. 1. મને અભ્યાસ સંબંધી પૂછ્યું છે, તેમાં ખુલાસો જે દેવાનો છે, તે ઉપરની કલમની સમજણફેર સુધી દઈ શકતો નથી; અને જે ખુલાસો હું આપવાનો છું તે દલીલોથી આપીશ. જ્ઞાનવર્ધક સભાના તંત્રીનો ઉપકાર માનું છું, એઓ આ અનુચરને માટે તસ્દી લે છે તે માટે. આ સઘળા ખુલાસા ટૂંકામાં પતાવ્યા છે. વિશેષ જોઈએ તો માગો.