Book Title: Vachanamrut 0018 Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali View full book textPage 1
________________ Error! Reference source not found. Error! Reference source not found. 18 મુગટમણિ રવજીભાઈ દેવરાજની પવિત્ર જનાબે વવાણિયા, મિ. 2. 6-1-8-1942 મુગટમણિ રવજીભાઈ દેવરાજની પવિત્ર જનાબે, વવાણિયા બંદરથી વિ. રાયચંદ વિ. રવજીભાઈ મહેતાના પ્રેમપૂર્વક પ્રણામ માન્ય કરશોજી. અત્રે હું ધર્મપ્રભાવ વૃત્તિથી કુશળ છું. આપની કુશળતા ચાહું છું. આપનો દિવ્ય પ્રેમભાવભૂષિત પત્ર મને મળ્યો, વાંચીને અત્યાનંદાર્ણવતરંગ રેલાયા છે; દિવ્ય પ્રેમ અવલોકન કરીને પરમ સ્મરણ આપનું ઊપસ્યું છે. આવા પ્રેમી પત્રો નિરંતર મળવા વિજ્ઞાપના છે અને તે સ્વીકૃત કરવી આપને હસ્તગત છે, એટલે ચિંતા જેવું નથી. આપે માગેલા પ્રશ્નોનો ઉત્તર અહીં આગળ આપી જવાની રજા લઉં છું. પ્રવેશકઃ - આપનું લખવું ઉચિત છે. સ્વ સ્વરૂપ ચીતરતાં મનુષ્ય ખચકાઈ જાય ખરો. પરંતુ સ્વ સ્વરૂપમાં જ્યારે આત્મતૃતિનો કિંચિત ભાગ ભળે ત્યારે, નહીં તો નહીં જ, આમ મારું મત છે. આત્મસ્તુતિનો સામાન્ય અર્થ પણ આમ થાય છે કે પોતાની જૂઠી આપવડાઈ ચીતરવી. અન્યથા આત્મહુતિનું ઉપનામ પામે છે, પરંતુ ખરું લખાણ તેમ પામતું નથી; અને જ્યારે ખરું સ્વરૂપ આત્મહુતિ ગણાય તો પછી મહાત્માઓ પ્રખ્યાતિમાં આવે જ કેમ ? માટે સ્વ સ્વરૂપની સત્યતા કિંચિત આપની માગણી ઉપરથી જણાવતાં અહીં આગળ મેં આંચકો ખાધો નથી, અને તે પ્રમાણે કરતાં ન્યાયપૂર્વક હું દોષિત પણ થયેલો નથી. મ- પંડિત લાલાજી મુંબઈ નિવાસીનાં અવધાનો સંબંધી આપે બહુયે વાંચ્યું હશે. એઓ પંડિતરાજ અષ્ટાવધાન કરે છે, તે હિંદપ્રસિદ્ધ છે. આ લખનાર બાવન અવધાન જાહેરમાં એક વખતે કરી ચૂક્યો છે; અને તેમાં તે વિજયવંત ઊતરી શક્યો છે. તે બાવન અવધાનઃ ત્રણ જણ સાથે ચોપાટે રમ્યા જવું 2. | ત્રણ જણ સાથે ગંજીફે રમ્યા જવું 3. | એક જણ સાથે શેતરંજ રમ્યા જવું ઝાલરના પડતા ટકોરા ગણતા જવું સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર મનમાં ગણ્યા જવું માળાના પારામાં લક્ષ આપી ગણતરી કરવીPage Navigation
1