________________ Error! Reference source not found. Error! Reference source not found. 7. | આઠેક નવી સમસ્યાઓ પૂર્ણ કરવી સોળ નવા વિષયો વિવાદકોએ માગેલા વૃત્તમાં અને વિષયો પણ માગેલા - રચતા જવું ગ્રીક, અંગ્રેજી, સંસ્કૃત, આરબી, લૅટિન, ઉર્દુ, ગુર્જર, મરેઠી, બંગાળી, મરુ, જાડેજી | 16 આદી સોળ ભાષાના ચારસેં શબ્દો અનુક્રમ વિહીનના કર્તા કર્મ સહિત પાછા અનુક્રમ સહિત કહી આપવા. વચ્ચે બીજાં કામ પણ કર્યો જવાં 10. | વિદ્યાર્થીને સમજાવવો 11. | કેટલાક અલંકારના વિચાર આમ કરેલાં બાવન અવધાનની લખાણ સંબંધે અહીં આગળ પૂર્ણાહુતિ થાય છે. આ બાવન કામો એક વખતે મનઃશક્તિમાં સાથે ધારણ કરવાં પડે છે. વગર ભણેલી ભાષાના વિકૃત અક્ષરો સુકૃત કરવા પડે છે. ટૂંકામાં આપને કહી દઉં છું કે આ સઘળું યાદ જ રહી જાય છે. (હજુ સુધી કોઈ વાર ગયું નથી.) આમાં કેટલુંક માર્મિક સમજવું રહી જાય છે. પરંતુ દિલગીર છું કે તે સમજાવવું પ્રત્યક્ષને માટે છે. એટલે અહીં આગળ ચીતરવું વૃથા છે. આપ નિશ્ચય કરો કે આ એક કલાકનું કેટલું કૌશલ્ય છે ? ટૂંકો હિસાબ ગણીએ તોપણ બાવન લોક તો એક કલાકમાં યાદ રહ્યા કે નહીં ? સોળ નવા, આઠ સમસ્યા, સોળ જુદી જુદી ભાષાના અનુક્રમ વિહીનના અને બાર બીજાં કામ મળી એક વિદ્વાને ગણતી કરતાં માન્યું હતું કે 500 શ્લોકનું સ્મરણ એક કલાકમાં રહી શકે છે. આ વાત હવે અહીં આગળ એટલેથી જ પતાવી દઈએ છીએ. મા- તેર મહિના થયાં દેહોપાધિ અને માનસિક વ્યાધિના પરિચયથી કેટલીક શક્તિ દાટી મૂક્યા જેવી જ થઈ ગઈ છે. (બાવન જેવાં સો અવધાન તો હજુ પણ થઈ શકે છે, નહીં તો આપ ગમે તે ભાષાના સો શ્લોક એક વખત બોલી જાઓ તો તે પાછા તેવી જ રીતે યાદીમાં રાખી બોલી દેખાડવાની સમર્થતા આ લખનારમાં હતી. અને તે માટે તથા અવધાનોને માટે ‘સરસ્વતીનો અવતાર’ એવું ઉપનામ આ મનુષ્યને મળેલું છે. અવધાન એ આત્મશક્તિનું કર્તવ્ય મને સ્વાનુભવથી જણાયું છે. આપનો પ્રશ્ન આવો છે કે “એક કલાકમાં સો શ્લોક સ્મરણભૂત રહી શકે ?" ત્યારે તેનો માર્મિક ખુલાસો ઉપરના વિષયો કરશે, એમ જાણી અહીં આગળ જગા રોકી નથી. આશ્ચર્ય, આનંદ અને સંદેહમાંથી હવે જે આપને યોગ્ય લાગે તે ગ્રહણ કરો. રૂ- મારી શી શક્તિ છે ? કંઈ જ નથી. આપની શક્તિ અદભુત છે. આપ મારે માટે આશ્ચર્ય પામો છો, તેમ હું આપને માટે આનંદ પામું છું.