________________ શિક્ષાપાઠ 100. મનોનિગ્રહનાં વિઘ્ન વારંવાર જે બોધ કરવામાં આવ્યો છે તેમાંથી મુખ્ય તાત્પર્ય નીકળે છે તે એ છે કે આત્માને તારો અને તારવા માટે તત્વજ્ઞાનનો પ્રકાશ કરો તથા સત્નીલને સેવો. એ પ્રાપ્ત કરવા જે જે માર્ગ દર્શાવ્યા છે તે માર્ગ મનોનિગ્રહતાને આધીન છે. મનોનિગ્રહતા થવા લક્ષની બહોળતા કરવી યથોચિત છે. એ બહોળતામાં વિઘ્નરૂપ નીચેના દોષ છેઃ 1. આળસ 2. અનિયમિત ઊંઘ 3. વિશેષ આહાર 4. ઉન્માદ પ્રકૃતિ 5. માયાપ્રપંચ 6. અનિયમિત કામ 7. અકરણીય વિલાસ 8. માન 9. મર્યાદા ઉપરાંત કામ 10. આપવડાઈ 11. તુચ્છ વસ્તુથી આનંદ 12. રસગારવલુબ્ધતા 13. અતિભોગ 14. પારકું અનિષ્ટ ઇચ્છવું 15. કારણ વિનાનું રળવું 16. ઝાઝાનો સ્નેહ 17. અયોગ્ય સ્થળે જવું 18. એકે ઉત્તમ નિયમ સાધ્ય ન કરવો