________________ 21. પોતાના દોષ સમભાવપૂર્વક ટાળવા. 22. સર્વ પ્રકારના વિષયથી વિરક્ત રહેવું. 23. મૂલ ગુણે પંચમહાવ્રત વિશુદ્ધ પાળવાં. 24. ઉત્તર ગુણે પંચમહાવ્રત વિશુદ્ધ પાળવાં. 25. ઉત્સાહપૂર્વક કાયોત્સર્ગ કરવો. 26. પ્રમાદરહિત જ્ઞાન, ધ્યાનમાં પ્રવર્તન કરવું. 27. હંમેશાં આત્મચારિત્રમાં સૂક્ષ્મ ઉપયોગથી વર્તવું. 28. ધ્યાન, જિતેંદ્રિયતા અર્થે એકાગ્રતાપૂર્વક કરવું. 29. મરણાંત દુ:ખથી પણ ભય પામવો નહીં. 30. સ્ત્રીઆદિકના સંગને ત્યાગવો. 31. પ્રાયશ્ચિત્ત વિશુદ્ધિ કરવી. 32. મરણકાલે આરાધના કરવી. એ એકેકો યોગ અમૂલ્ય છે. સઘળાં સંગ્રહ કરનાર પરિણામે અનંત સુખને પામે છે.