Book Title: Vachanamrut 0017 072 Shikshapaath Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali View full book textPage 1
________________ શિક્ષાપાઠ 72. બત્રીસ યોગ સપુરુષો નીચેના બત્રીસ યોગનો સંગ્રહ કરી આત્માને ઉજ્વળ કરવાનું કહે છે. 1. 1‘શિષ્ય પોતાના જેવો થાય તેને માટે તેને શ્રુતાદિક જ્ઞાન આપવું.' 1 2, 2‘પોતાના આચાર્યપણાનું જે જ્ઞાન હોય તેનો અન્યને બોધ આપવો અને પ્રકાશ કરવો.’ 2 3. આપત્તિકાળે પણ ધર્મનું દ્રઢપણે ત્યાગવું નહીં. 4. લોક, પરલોકનાં સુખનાં ફલની વાંછના વિના તપ કરવું. શિક્ષા મળી તે પ્રમાણે યત્નાથી વર્તવું, અને નવી શિક્ષા વિવેકથી ગ્રહણ કરવી. મમત્વનો ત્યાગ કરવો. 7. ગુપ્ત તપ કરવું. 8. નિર્લોભતા રાખવી. પરિષહ ઉપસર્ગને જીતવા. 10. સરળ ચિત્ત રાખવું. 11. આત્મસંયમ શુદ્ધ પાળવો. 12. સમકિત શુદ્ધ રાખવું. 13. ચિત્તની એકાગ્ર સમાધિ રાખવી. 14. કપટરહિત આચાર પાળવો. 15. વિનય કરવા યોગ્ય પુરુષોનો યથાયોગ્ય વિનય કરવો. 16. સંતોષથી કરીને તૃષ્ણાની મર્યાદા ટૂંકી કરી નાખવી. 17. વૈરાગ્યભાવનામાં નિમગ્ન રહેવું. 18. માયારહિત વર્તવું. 19. શુદ્ધ કરણીમાં સાવધાન થવું. 20. સસ્વરને આદરવો અને પાપને રોકવાં. 1 દ્વિ. આ. પાઠા. - “મોક્ષસાધક યોગ માટે શિષ્ય આચાર્ય પાસે આલોચના કરવી.” 2 “આચાર્ય આલોચના બીજા પાસે પ્રકાશવી નહીં.'Page Navigation
1