________________ પ્રશ્નકાર- સપુરુષો મોક્ષનું કારણ નવકારમંત્રને કહે છે, એ આ વ્યાખ્યાનથી હું પણ માન્ય રાખું છું. અહંત ભગવંત, સિદ્ધ ભગવંત, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એઓનો અકેકો પ્રથમ અક્ષર લેતાં અસિઆઉતા’ એવું મહદભૂત વાક્ય નીકળે છે. જેનું ૐ એવું યોગબિંદુનું સ્વરૂપ થાય છે, માટે આપણે એ મંત્રનો અવશ્ય કરીને વિમળ ભાવથી જાપ કરવો.