________________ સત્ય- જિનેશ્વર ભગવાનની ભક્તિથી અનુપમ લાભ છે. એનાં કારણ મહાન છે; “એના ઉપકારથી એની ભક્તિ અવશ્ય કરવી જોઈએ. એઓના પુરુષાર્થનું સ્મરણ થાય એથી કલ્યાણ થાય છે. વગેરે વગેરે મેં માત્ર સામાન્ય કારણો યથામતિ કહ્યાં છે. તે અન્ય ભાવિકોને પણ સુખદાયક થાઓ.’ 1 વિ. આ. પાઠા. - 1, ‘તેમના પરમ ઉપકારને લીધે પણ તેઓની ભક્તિ અવશ્ય કરવી જોઇએ. વળી તેઓના પુરુષાર્થનું સ્મરણ થતાં પણ શુભવૃત્તિઓનો ઉદય થાય છે. જેમ જેમ શ્રી જિનના સ્વરૂપમાં વૃત્તિ લય પામે છે, તેમ તેમ પરમ શાંતિ પ્રગટે છે. એમ જિનભક્તિનાં કારણો અત્રે સંક્ષેપમાં કહ્યાં છે, તે આત્માર્થીઓએ વિશેષપણે મનને કરવાયોગ્ય છે.'