________________ જિજ્ઞાસુ- એઓની ભક્તિ કરવાથી આપણને તેઓ મોક્ષ આપે છે એમ માનવું ખરું ? સત્ય- ભાઈ જિજ્ઞાસુ. તે અનંતજ્ઞાની ભગવાન તે નીરાગી અને નિર્વિકાર છે. એને સ્તુતિ, નિંદાનું આપણને કંઈ ફળ આપવાનું પ્રયોજન નથી. આપણો આત્મા, જે કર્મબળથી ઘેરાયેલો છે, તેમજ અજ્ઞાની અને મોહાંધ થયેલો છે, તે ટાળવા અનુપમ પુરુષાર્થની આવશ્યક્તા છે. સર્વ કર્મદળ ક્ષય કરી “અનંત જીવન, અનંત વીર્ય, અનંત જ્ઞાન અને અનંત દર્શનથી સ્વસ્વરૂપમય થયા’ એવા જિનેશ્વરોનું સ્વરૂપ આત્માની નિશ્ચયનયે રિદ્ધિ હોવાથી એ પુરુષાર્થતા આપે છે', વિકારથી વિરક્ત કરે છે, શાંતિ અને નિર્જરા આપે છે. તરવાર હાથમાં લેવાથી જેમ શૌર્ય અને ભાંગથી નશો ઉત્પન્ન થાય છે, તેમ એ ગુણચિંતવનથી આત્મા સ્વસ્વરૂપાનંદની શ્રેણિએ ચઢતો જાય છે. દર્પણ હાથમાં લેતાં જેમ મુખાકૃતિનું ભાન થાય છે તેમ સિદ્ધ કે જિનેશ્વરસ્વરૂપનાં ચિંતવનરૂપ દર્પણથી આત્મસ્વરૂપનું ભાન થાય છે. 4 ‘અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર, અનંત વીર્ય, અને સ્વસ્વરૂપમય થયા.' 5 ‘તે ભગવાનનું સ્મરણ, ચિંતવન, બાન અને ભક્તિ એ પુરુષાર્થતા આપે છે.'