________________ શિક્ષાપાઠ 13. જિનેશ્વરની ભક્તિ-ભાગ 1 જિજ્ઞાસુ- વિચક્ષણ સત્ય ! કોઈ શંકરની, કોઈ બ્રહ્માની, કોઈ વિષ્ણુની, કોઈ સૂર્યની, કોઈ અગ્નિની, કોઈ ભવાનીની, કોઈ પેગમ્બરની અને કોઈ ઈસુ ખ્રિસ્તની ભક્તિ કરે છે. એઓ ભક્તિ કરીને શી આશા રાખતા હશે ? સત્ય- પ્રિય જિજ્ઞાસ. તે ભાવિક મોક્ષ મેળવવાની પરમ આશાથી એ દેવોને ભજે છે. જિજ્ઞાસુ- કહો ત્યારે એથી તેઓ ઉત્તમ ગતિ પામે એમ તમારું મત છે? સત્ય- એઓની ભક્તિ વડે તેઓ મોક્ષ પામે એમ હું કહી શકતો નથી. જેઓને તે પરમેશ્વર કહે છે તેઓ કંઈ મોક્ષને પામ્યા નથી, તો પછી ઉપાસકને એ મોક્ષ ક્યાંથી આપે ? શંકર વગેરે કર્મક્ષય કરી શક્યા નથી અને દૂષણ સહિત છે, એથી તે પૂજવા યોગ્ય નથી. જિજ્ઞાસુ- એ દૂષણો ક્યાં ક્યાં તે કહો. સત્ય- “અજ્ઞાન, કામ, હાસ્ય, રતિ, અરતિ વગેરે મળીને અઢાર દૂષણમાંનું એક દૂષણ હોય તોપણ તે અપૂજ્ય છે. એક સમર્થ પંડિતે પણ કહ્યું છે કે, “પરમેશ્વર છું’ એમ મિથ્યા રીતે મનાવનાર પુરુષો પોતે પોતાને ઠગે છે; કારણ, પડખામાં સ્ત્રી હોવાથી તેઓ વિષયી ઠરે છે; શસ્ત્ર ધારણ કરેલાં હોવાથી દ્વેષી ઠરે છે. જપમાળા ધારણ કર્યાંથી તેઓનું ચિત્ત વ્યગ્ર છે એમ સૂચવે છે. ‘મારે શરણે આવ, હું સર્વ પાપ હરી લઉં એમ કહેનારા અભિમાની અને નાસ્તિક ઠરે છે. આમ છે તો પછી બીજાને તેઓ કેમ તારી શકે? વળી, કેટલાક અવતાર લેવારૂપે પરમેશ્વર કહેવરાવે છે તો “ત્યાં અમુક કર્મનું પ્રયોજન તે પરથી સિદ્ધ થાય છે.’ દ્વિ.. આ.. પાઠા૧. ‘અજ્ઞાન, નિદ્રા, મિથ્યાત્વ, રાગ, દ્વેષ, અવિરતિ, ભય, શોક, જુગુપ્સા, દાનાંતરાય, લાભાંતરાય, વીર્યંતરાય, ભોગાંતરાય અને ઉપભોગવંતરાય, કામ, હાસ્ય, રતિ અને અરતિ એ અઢાર.” 2. ‘ત્યાં તેઓને અમુક કર્મનું ભોગવવું બાકી છે એમ સિદ્ધ થાય છે.’ જિજ્ઞાસુ- ભાઈ, ત્યારે પૂજ્ય કોણ અને ભક્તિ કોની કરવી કે જે વડે આત્મા સ્વશક્તિનો પ્રકાશ કરે ? સત્ય- શુદ્ધ સચ્ચિદાનંદસ્વરૂપ “અનંત સિદ્ધની’ ભક્તિથી, તેમજ સર્વદૂષણરહિત, કર્મમલહીન, મુક્ત, નીરાગી, સકળભયરહિત, સર્વજ્ઞ, સર્વદર્શી જિનેશ્વર ભગવાનની ભક્તિથી આત્મશકિત પ્રકાશ પામે છે. 1 દ્વિ. આ પાઠા. - 1. અજ્ઞાન, નિદ્રા, મિથ્યાત્વ, રાગ, દ્વેષ, અવિરતિ, ભય, શોક, જુગુપ્સા, દાનાંતરાય, લાભાંતરાય, વીઆંતરાય, ભોગવંતરાય અને ઉપભોગવંતરાય, કામ, હાસ્ય, રતિ અને અરતિ એ અઢાર.' 2 ‘ત્યાં તેઓને અમુક કર્મનું ભોગવવું બાકી છે એમ સિદ્ધ થાય છે.' 3 દ્વિ. આ. પાઠા. - 1. ‘સિદ્ધ ભગવાનની.'