________________ વિલાપથી કે કોઈના પરિશ્રમથી એ રોગ ઉપશમ્યો નહીં. એ વેળા પુનઃ પુનઃ મેં અસહ્ય વેદના ભોગવી. પછી હું પ્રપંચી સંસારથી ખેદ પામ્યો. એક વાર જો આ મહા વિડંબનામય વેદનાથી મુક્ત થઉં તો ખંતી, દંતી અને નિરારંભી પ્રવ્રજ્યાને ધારણ કરું, એમ ચિંતવીને શયન કરી ગયો. જ્યારે રાત્રિ અતિક્રમી ગઈ ત્યારે હે મહારાજા ! મારી તે વેદના ક્ષય થઈ ગઈ; અને હું નીરોગી થયો. માત, તાત, સ્વજન બંધવાદિકને પૂછીને પ્રભાતે મેં મહા ક્ષમાવંત, ઇંદ્રિયને નિગ્રહ કરવાવાળું, આરંભોપાધિથી રહિત એવું અણગારત્વ ધારણ કર્યું.