SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ 3 સંસાર અનુપ્રેક્ષા હવે સંસાર અનુપ્રેક્ષાનું સ્વરૂપ વિચારીએ છીએઃ - આ સંસારમાં અનાદિકાળના મિથ્યાત્વના ઉદયથી અચેત થયેલ જીવ, જિનેન્દ્ર, સર્વજ્ઞ વીતરાગના પ્રરૂપણ કરેલ સત્યાર્થ ધર્મને પ્રાપ્ત નહીં થઇ ચારે ગતિમાં ભ્રમણ કરે છે. સંસારમાં કર્મરૂપ દ્રઢ બંધનથી બંધાઈ, પરાધીન થઈ, ત્રસસ્થાવરમાં નિરંતર ઘોર દુઃખ ભોગવતો વારંવાર જન્મ મરણ કરે છે. જે જે કર્મના ઉદય આવી રસ દે છે, તેના ઉદયમાં પોતાને ધારણ કરી અજ્ઞાની જીવ પોતાના સ્વરૂપને છોડી નવાં નવાં કર્મનાં બંધન કરે છે. કર્મના બંધને આધીન થયેલ પ્રાણીને એવી કોઈ દુઃખની જાતિ બાકી નથી રહી કે જે તેણે નથી ભોગવી. બધાં દુઃખો અનંતાનંત વાર ભોગવી અનંતાનંત કાળ વ્યતીત થઈ ગયો. એવી રીતે અનંત પરિવર્તન આ સંસારમાં આ જીવને થયાં છે. એવું કોઈ પુદગલ સંસારમાં નથી રહ્યું કે જે જીવે શરીરરૂપે, આહારરૂપે ગ્રહણ નથી કરેલ. અનંત જાતિનાં અનંત પુદગલોનાં શરીર ધારી આહારરૂપ (ભોજન પાનરૂપ) કરેલ છે. ત્રણસેં સેંતાલીસ ઘનરજુ પ્રમાણ લોકમાં એવો કોઈ એક પણ પ્રદેશ નથી કે જ્યાં સંસારી જીવે અનંતાનંત જન્મ મરણ નથી કરેલાં. ઉત્સર્પિણી અવસર્પિણી કાલનો એવો એક પણ સમય બાકી નથી રહ્યો કે જે સમયમાં આ જીવ અનંતવાર નથી જમ્યો, અને નથી મૂઓ. નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવ એ ચારે પર્યાયોમાં આ જીવે જઘન્ય આયુષ્યથી લઈ ઉત્કૃષ્ટ આયુષ્ય પર્યત સમસ્ત આયુષ્યના પ્રમાણ ધારણ કરી અનંતવાર જન્મ ધરેલ છે. એક અનુદિશ, અનુત્તર વિમાનમાં તે નથી ઊપજ્યો, કારણ કે એ ચૌદે વિમાનોમાં સમ્યફદ્રષ્ટિ વિના અન્યનો ઉત્પાદ નથી. સમ્યફદ્રષ્ટિને સંસારભ્રમણ નથી. કર્મની સ્થિતિબંધનાં સ્થાન તથા સ્થિતિબંધને કારણે અસંખ્યાત લોકપ્રમાણ કષાયાધ્યવસાયસ્થાન, તેને કારણે અસંખ્યાત લોકપ્રમાણ અનુભાગ બંધાધ્યવસાયસ્થાન તથા જગતશ્રેણીના સંખ્યાતમાં ભાગ જેટલાં યોગસ્થાનમાંનો એવો કોઈ ભાવ બાકી નથી રહ્યો કે જે સંસારી જીવને નથી થયો. એક સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રના યોગ ભાવ નથી થયા. અન્ય સમસ્ત ભાવ સંસારમાં અનંતાનંતવાર થયા છે. જિનેન્દ્રના વચનના અવલંબનરહિત પુરુષને મિથ્યાજ્ઞાનના પ્રભાવથી વિપરીત બુદ્ધિ અનાદિની થઈ રહી છે. તેથી સમ્યકમાર્ગને નહીં ગ્રહણ કરતાં સંસારરૂપ વનમાં નાશ થઈ જીવ નિગોદમાં જઈ પડે છે. કેવી છે નિગોદ ? જેમાંથી અનંતાનંત કાલ થાય તોપણ નીકળવું ઘણું મુશ્કેલ છે. કદાચિત પૃથ્વીકાયમાં, જળકાયમાં, અગ્નિકાયમાં, પવનકાયમાં, પ્રત્યેક વનસ્પતિકાયમાં, સાધારણ વનસ્પતિકાયમાં લગભગ સમસ્ત જ્ઞાનનો નાશ થવાથી જડરૂપ થઈ, એક સ્પર્શ ઇંદ્રિયદ્વારા કર્મના ઉદયને આધીન થઈ આત્મશતિરહિત, જિહા, નાસિકા, નેત્ર, કર્ણાદિક ઇંદ્રિયરહિત થઈ દુઃખમાં દીર્ઘ કાળ વ્યતીત કરે છે. અને બેઇંદ્રિય, ત્રીદ્રિય, ચતુરિંદ્રિયરૂપ વિકલત્રય જીવ, આત્મજ્ઞાનરહિત, કેવળ રસનાદિક ઇંદ્રિયોના વિષયોની ઘણી તૃષ્ણાના માર્યા ઊછળી ઊછળી વિષયોને અર્થે પડી પડી મરે છે. અસંખ્યાત કાલ વિકલત્રયમાં રહી પાછાં એકેન્દ્રિયમાં ફરી ફરી વારંવાર કૂવા પરના રેંટના ઘડાની પેઠે નવા
SR No.330012
Book TitleVachanamrut 0010 3 Sansar Anuprekhsa
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra
PublisherJaysinhbhai Devalali
Publication Year
Total Pages1
LanguageGujarati
ClassificationAudio_File & Shrimad_Rajchandra_Vachanamrut
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy