________________ નવા દેહ ધારણ કરતાં કરતાં ચારે ગતિમાં નિરંતર જન્મ, મરણ, ભૂખ, તરસ, રોગ, વિયોગ, સંતાપ ભોગવી પરિભ્રમણ અનંતકાલ સુધી કરે છે. એનું નામ સંસાર છે. જેમ ઊકળેલા આધણમાં ચોખા સર્વ તરફ ફરતાં છતાં ચોડવાઈ જાય છે, તેમ સંસારી જીવ કર્મથી તપ્તાયમાન થઈ પરિભ્રમણ કરે છે. આકાશમાં ઊડતાં પક્ષીને બીજું પક્ષી મારે છે, જળમાં વિચરતાં મચ્છાદિકને બીજાં મચ્છાદિક મારે છે, સ્થળમાં વિચરતાં મનુષ્ય પશુ આદિકને સ્થળચારી સિંહ, વાઘ, સર્પ વગેરે દુષ્ટ તિર્યંચ તથા ભીલ, મ્લેચ્છ, ચોર, લૂંટારા, મહા નિર્દય મનુષ્ય મારે છે. આ સંસારમાં બધાં સ્થાનમાં નિરંતર ભયરૂપ થઈ નિરંતર દુઃખમય પરિભ્રમણ કરે છે. જેમ શિકારીના ઉપદ્રવથી ભયભીત થયેલ જીવો મોઢું ફાડી બેઠેલા અજગરના મોઢામાં બિલ જાણી પ્રવેશ કરે છે, તેમ અજ્ઞાની જીવ ભૂખ, તરસ, કામ, કોપ વગેરે તથા ઇંદ્રિયોના વિષયોની તૃષ્ણાના આતાપથી સંતાપિત થઈ, વિષયાદિકરૂપ અજગરના મુખમાં પ્રવેશ કરે છે. વિષયકષાયમાં પ્રવેશ કરવો તે સંસારરૂપ અજગરનું મોટું છે. એમાં પ્રવેશ કરી પોતાના જ્ઞાન, દર્શન, સુખ સત્તાદિ ભાવપ્રાણનો નાશ કરી, નિગોદમાં અચેતન તુલ્ય થઈ, અનંતવાર જન્મ મરણ કરતાં અનંતાનંત કાળ વ્યતીત કરે છે. ત્યાં આત્મા અભાવ તુલ્ય છે, જ્ઞાનાદિકનો અભાવ થયો ત્યારે નાશ પણ થયો. નિગોદમાં અક્ષરનો અનંતમો ભાગ જ્ઞાન છે, તે સર્વસે જોયેલ છે. ત્રણ પર્યાયમાં જેટલા દુઃખના પ્રકાર છે, તે તે દુ:ખ અનંતવાર ભોગવે છે. એવી કોઈ દુઃખની જાતિ બાકી નથી રહી જે આ જીવ સંસારમાં નથી પામ્યો. આ સંસારમાં આ જીવ અનંત પર્યાય દુઃખમય પામે છે, ત્યારે કોઈ એકવાર ઇંદ્રિયજનિતસુખના પર્યાય પામે ષયોના આતાપ સહિત ભય, શંકા, સંયુકત અલ્પકાળ પામે. પછી અનંત પર્યાય દ:ખના. પછી કોઈ એક પર્યાય ઇંદ્રિયજનિત સુખનો કદાચિત પ્રાપ્ત થાય છે. ઓગણપચાસ ભૂમિકા છે. તે ભૂમિકામાં ચોરાસી લાખ બિલ છે તેને નરક કહીએ છીએ. તેની વસ્મય ભૂમિ ભીંતની માફક છકેલ છે. કેટલાંક બિલ સંખ્યાત યોજન લાંબાં પહોળાં છે, કેટલાંક અસંખ્યાત યોજન લાંબાં પહોળાં છે. તે એક એક બિલની છત વિષે નારકીનાં ઉત્પત્તિનાં સ્થાન છે. તે ઊંટના મુખના આકાર આદિવાળાં, સાંકડાં મોઢાવાળાં અને ઊંધે માથે છે. તેમાં નારકી જીવો ઊપજી નીચે માથું અને ઉપર પગથી આવી વજાગ્નિમય પૃથ્વીમાં પડી, જેમ જોરથી પડી દડી પાછી ઊછળે છે તેમ (નારકી) પૃથ્વી પર પડી ઊછળતાં લોટતાં ફરે છે. કેવી છે નરકની ભૂમિ ? અસંખ્યાત વીંછીના સ્પર્શને લીધે ઊપજી વેદનાથી અસંખ્યાત ગુણી અધિક વેદના કરવાવાળી છે. ઉપરની ચાર પૃથ્વીનાં ચાલીશ લાખ બિલ અને પંચમ પૃથ્વીનાં બે લાખ બિલ એમ બેંતાલીસ લાખ બિલમાં તો કેવળ આતાપ, અગ્નિની ઉષ્ણ વેદના છે. તે નરકની ઉષ્ણતા જણાવવાને માટે અહીં કોઈ પદાર્થ દેખવામાં, જાણવામાં આવતો નથી કે જેની સદ્રશતા કહી જાય; તોપણ ભગવાનના આગમમાં એવું અનુમાન