________________ જાતિના માણસો ભેગા થઈ બેસે છે, પછી કિનારે જઈ નાના દેશ પ્રતિ ગમન કરે છે, તેમ કુળરૂપ જહાજમાં અનેક ગતિથી આવેલા પ્રાણી ભેગા થઈ વસે છે. પછી આયુષ્ય પૂરું થયે પોતપોતાના કર્માનુસાર ચારે ગતિમાં જઈ ઉત્પન્ન થાય છે, જે દેહથી સ્ત્રી, પુત્ર, મિત્ર, ભાઈ વગેરેની સાથે સંબંધ માની રાગી થઈ રહ્યો છે, તે દેહ અગ્નિથી ભસ્મ થશે, વળી માટી સાથે મળી જશે તથા જીવ ખાશે તો વિષ્ટા અને કૃમિકલેવરરૂપ થશે.એક એક પરમાણુ જમીન, આકાશમાં અનંત વિભાગરૂપે વીખરાઈ જશે; પછી ક્યાંથી મળશે? તેથી એનો સંબંધ પાછો પ્રાપ્ત નહીં થાય એમ નિશ્ચય જાણો. સ્ત્રી, પુત્ર, મિત્ર, કુટુંબાદિમાં મમતા કરી, ધર્મ બગાડવો તે મોટો અનર્થ છે. જે પુત્ર, સ્ત્રી, ભાઈ, મિત્ર, સ્વામી, સેવકાદિનાં એકઠાં થયેલ સુખથી જીવન ચાહો છો, તે સમસ્ત કુટુંબ શરદકાળનાં વાદળાંની જેમ વીખરાઈ જશે. આ સંબંધ આ વખતે દેખાય છે તે નહીં રહેશે, જરૂર વીખરાઈ જશે, એવો નિયમ જાણો. જે રાજ્યના અર્થે અને જમીનના અર્થે તથા હાટ, હવેલી, મકાન તથા આજીવિકાને અર્થે હિંસા, અસત્ય, કપટ, છળમાં પ્રવૃત્તિ કરો છો, ભોળાઓને ઠગો છો, પોતે જોરાવર થઈ નિર્બળને મારો છો, તે સમસ્ત પરિગ્રહનો સંબંધ તમારાથી જરૂર વિખૂટો પડશે. અલ્પ જીવવાના નિમિત્તે, નરક, તિર્યંચ ગતિના અનંતકાળ પર્યત અનંત દુ:ખના સંતાન ન ગ્રહણ કરો. એના સ્વામીપણાનું અભિમાન કરી અનેક ચાલ્યાં ગયાં. અને અનેક પ્રત્યક્ષ ચાલ્યાં જતાં જુઓ છો, માટે હવે તો મમતા છોડી, અન્યાયનો પરિહાર કરી, પોતાના આત્માના કલ્યાણ થવાના કાર્યમાં પ્રવર્તન કરો. ભાઈ, મિત્ર, પુત્ર, કુટુંબાદિક સાથે વસવું, તે જેમ ગ્રીષ્મઋતુમાં ચાર માર્ગની વચમાં એક વૃક્ષની છાયા નીચે અનેક દેશના વટેમાર્ગ વિશ્રામ લઈ પોતપોતાને ઠેકાણે જાય છે, તેમ કુલરૂપ વૃક્ષની છાયામાં રોકાયેલ, કર્મને અનુકૂળ અનેક ગતિમાં ચાલ્યા જાય છે. જેનાથી પોતાની પ્રીતિ માનો છો તે પણ દરેક મતલબના છે. આંખના રાગ જેમ, ક્ષણ માત્રમાં પ્રીતનો રાગ નાશ પામે છે. જેમ એક વૃક્ષ વિષે પક્ષી પૂર્વે સંકેત કર્યા વિના જ આવી વસે છે, તેમ કુટુંબના માણસો સંકેત કર્યા વિના કર્મને વશ ભેળા થઈ વીખરે છે. એ સમસ્ત ધન, સંપદા, આજ્ઞા, ઐશ્વર્ય, રાજ્ય, ઇંદ્રિયોના વિષયોની સામગ્રી જોતજોતામાં અવશય વિયોગને પ્રાપ્ત થશે. જુવાની મધ્યાહ્નની છાયાની પેઠે ઢળી જશે, સ્થિર નહીં રહેશે. ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્રાદિક તો અસ્ત થઈ પાછા ઊગે છે, અને હેમંત વસંતાદિક ઋતુઓ પણ જઈ જઈ પાછી આવે છે, પરંતુ ગયેલ ઇંદ્રિયો, યૌવન, આયુ, કાયાદિક પાછાં નથી આવતાં. જેમ પર્વતથી પડતી નદીના તરંગ રોકાયા વિના ચાલ્યા જાય છે, તેમ આયુષ્ય ક્ષણક્ષણમાં રોકાયા વિના વ્યતીત થાય છે. જે દેહને આધીન જીવવું છે, તે દેહને જર્જરિત કરનારું ઘડપણ સમય સમય આવે છે. ઘડપણ કેવું છે કે જુવાનીરૂપ વૃક્ષને દગ્ધ કરવાને દાવાગ્નિ સમાન છે. તે ભાગ્યરૂપ પુષ્પો(મોર)ને નાશ કરનાર ધૂમસની વૃષ્ટિ છે. સ્ત્રીની પ્રીતિરૂપ હરણીને વ્યાઘ સમાન છે. જ્ઞાનનેત્રને અંધ કરવા માટે ધૂળની વૃષ્ટિ સમાન છે. તપરૂપ કમળના વનને હિમ સમાન છે. દીનતા ઉત્પન્ન કરવાની માતા છે. તિરસ્કાર વધારવા માટે ધાઈ સમાન છે. ઉત્સાહ ઘટાડવાને તિરસ્કાર જેવી છે. રૂપધનને ચોરવાવાળી છે. બળને નાશ કરવાવાળી છે. જંઘાબળ બગાડનારી છે. આળસને વધારનારી છે. સ્મૃતિનો નાશ કરનારી આ વૃદ્ધાવસ્થા છે. મોતનો મેળાપ કરાવનારી દૂતી એવી વૃદ્ધાવસ્થાને પ્રાપ્ત થવાથી પોતાના આત્મહિતનું વિસ્મરણ કરી, સ્થિર થઈ રહ્યા છો તે મોટો અનર્થ છે. વારંવાર મનુષ્યજન્માદિક સામગ્રી નહીં મળે. જે જે નેત્રાદિક ઇંદ્રિયોનું તેજ છે તે ક્ષણક્ષણમાં નાશ થાય છે. સમસ્ત સંયોગ વિયોગરૂપ જાણો. એ ઇંદ્રિયોના વિષયમાં રાગ કરી, કોણ કોણ નાશ નથી