________________ આધિ વ્યાધિ ઉપાધિને, હરો તંત તોફાન; કરુણાળુ કરુણા કરો, ભયભંજન ભગવાન. 12 કિંકરની કંકર મતિ, ભૂલ ભયંકર ભાન; શંકર તે સ્નેહે હરો, ભયભંજન ભગવાન. 13 શક્તિ શિશુને આપશો, ભક્તિ મુક્તિનું દાન; તુજ જુક્તિ જાહેર છે, ભયભંજન ભગવાન. 14 નીતિ પ્રીતિ નમ્રતા, ભલી ભક્તિનું ભાન; આર્ય પ્રજાને આપશો, ભયભંજન ભગવાન. 15 દયા શાંતિ ઔદાર્યતા, ધર્મ મર્મ મનધ્યાન; સંપ જંપ વણ કંપ છે, ભયભંજન ભગવાન. 16 હર આળસ એદીપણું, હર અઘ ને અજ્ઞાન; હર ભ્રમણા ભારત તણી, ભયભંજન ભગવાન. 17 તન મન ધન ને અન્નનું, દે સુખ સુધા સમાન; આ અવનીનું કર ભલું, ભયભંજન ભગવાન. 18 વિનય વિનંતી રાયની, ધરો કૃપાથી ધ્યાન; માન્ય કરો મહારાજ તે, ભયભંજન ભગવાન. 19 ધર્મ વિષે - દિનકર વિના જેવો | (કવિત) દિનકર વિના જેવો, દિનનો દેખાવ દીન, શશી વિના જેવી જોજો, શર્વરી સુહાય છે; સલિલ વિહીન જેવી, સરિતાની શોભા અને, ભર્તાર વિહીન જેવી, ભામિની ભળાય છે; વદે રાયચંદ વીર, એમ ધર્મમર્મ વિના, માનવી મહાન પણ, કુકર્મી કળાય છે. 20 (અપૂર્ણ)