________________
તા. ૧૫-૧-૪૮
પ્રબુદ્ધ જેન
સશેાધનની દૃષ્ટિ
એક ભકતકવિ પોતાના પરમ શ્રદ્ધાંભાજન પુરૂષની પરમ શાંતિમય આકૃતિનું વર્ણન કરતાં કહે છે કેઃ—
“ यै: शान्तरागरुचिभिः परमाणुभिस्त्वं निर्मापित त्रिभुवनैकललामभूत । तावन्त एव खलु तेऽप्यणवः पृथ्वीव्यां यत् ते समानमपरं न हि रूपमस्ति ॥ १२
(મામર્થ્તોત્ર) ભાવાર્થ: હે નાથ ! તારૂં' રૂપ પરમશાંતિમય છે, કરૂણારસથી તરાળ છે અને તારા જેવી પરમસૌમ્ય અને કરૂણામય આકૃતિ બીજે કયાંય જોવા મળતી નથી. કારણ કે જગતમાં જેટલાં જેટલાં પરમશાંતિમય પરમાણુ હતાં તે બધાં જ તારી આકૃતિના નિર્માણમાં જ ખર્ચાઇ ગયાં છે. હવે એવા પરમશાંતિમય એક પશુ પરમાણુ બચેલ નથી કે જેનાથી તારા જેવી ખીજી પરમશાંતિમય આકૃતિનું નિર્માણુ થઇ શકે માટે જ આ આખા જગતમાં તારા જેવું પરમશાંતિમય રૂપ અને પરમસૌમ્ય આકૃતિ દીઠામાં આવતી નથી.
ઉકત સ્તુતિવાકયને વાંચી વા સાંબળી કાઇ ખરેખર જ એમ કહેવા તૈયાર થાય કે 'હવે જગતમાં એક પણુ અણુ પરમશાંતિમયરૂપના નિર્માણ માટે બચેલ નથી અને એવાં જેટલાં જેટલાં અણુઓ હતાં તે બધાં જ ભગવાનના પરમસૌમ્યરૂપના નિર્માણુમાં
જ ખપી ગયાં છે અને એમ છે માટે જ ભગવાનની બરાબર સરખી પરમશાંતિમય ખીજી આકૃતિનું નિર્માણ કેમ થઈ શકે ? ન થઇ શકે તે એવી કઇ ખીજી આકૃતિ ન દેખાય એ તદ્દન સ્વાભાવિક છે'-આ રીતે સ્તુતિવાકયના શબ્દમાંથી નીકળતા કેવળ વાચ્ય અથી જ જે પ્રધાન સમજે અને તે જ પ્રમાણે પ્રતિપાદન પણ કરે તે મનુષ્ય, સાહિત્યની ભાષાને સમજતા જ નથી અથવા તેનામાં વસ્તુના સ્વરૂપને પૃથકકરણ સાથે સમજવા જેટલી સંશોધનદૃષ્ટિ નથી અને એમ છે તેથી જ તે, ભગવાનના સ્થૂલરૂપમાં જ પેાતાની દૃષ્ટિને અટકાવી ભગવાનને લગતે ખરે પરમાર્થ સમજવા તૈયાર થઇ શકતા નથી અને તેમ કરતા તે, સત્યને બદલે અધ સત્યને પૂજવા તૈયાર થયેલ છે જેથી ઘણીવાર જીવનવિકાસને બદલે જીવનના હ્રાસ જ થયા કરે છે. એક અનુભવી પુરૂષે ગયુ` છે કે
“ જે જિનદેહપ્રમાણને સમવસરણાદિ સિધ્ધિ વર્ષોંન સમજે (જનનુ રોકી રહે નિજ બુધ્ધિ ગા અસ્તુ.
હવે આપણે અહીં એ વિચાર પ્રસ્તુત છે કે ઉકત સ્તુતિવાકયના કેવળ વાર્થ કેમ ન ઘટે ? એને સાહિત્યની ભાષામાં આલ'કારિક અથ શા માટે માનવેશ ?
ઉપરનું સ્તુતિવાકય આદિનાથ ભગવાનની સ્તુતિરૂપ છે. કેવળ અહીં તેના વાચ્યા જ લેવમાં આવે તે ખીજા ત્રેવીશ તીય કરેાનાં પશુ પરમશાંતિમયરૂપ છે તેમનુ નિર્માણુ શી રીતે થશે? અથવા જેટલા જેટલા વીતરાગપુંશ્ને જગતમાં થઇ ગયા છે, થય –વિદ્યમાન છે, અને થનારા છે તે તમામની આકૃતિ પરમશાંતિ– મયી જ હોય છે એટલે તેમની એ આકૃતિનું પણ નિર્માણુ શી રીતે થશે ? અહીં વાચ્યા તે જ લેતાં આ રીતે મોટા વિરોધ ઉભા થાય છે. માટેજ અહીં તેના વાગ્યાને ન લેતાં સાહિત્યની ભષામાં તેને અલંકાર અ` માનીને જ ચાલવુ જોઇએ અને કાવ્યને અર્થ એટલા જ સમજવા જોઇએ કે આદિનાથ ભગવાનનું રૂપ પરમશાંતિમયી ‘મુદ્રાવાળુ` હતું. આ સિવાય એ સ્તુતિવયના બીજો કાઇ અ ન જ સંભવી શકે. વસ્તુસ્થિતિ આવી જ છે છતાં જે પેલી પરમાણુવાળી હકીકતને જ પકડી રાખે અને શબ્દશઃ ખરેખરી જ સમજે તે તે માટે એમ કહેવુ જરૂરી છે કે એવી ખેાટી પકડ રાખનારમાં સત્ય પારખા જેટલી સશોધનષ્ટિ જ નથી.
૧૮૫
શાસ્ત્રમાં કે સૂત્રમાં આવી કાંઇ એક જ હ્રકીકત નથી આવતી, આવી આવી અલંકારમી ભાષામાં લખાયેલી સે’કડા હકીકતે નાંધાયેલી છે, જેમાંની કેટલીક તે એવી અદ્ભુત રસમય છે કે બીજો અજૈન વાંચનાર તે તેવી હકીકતને પુરાણેાની હકીકતાની હરોળમાં મૂકી કેવળ ગાંડપણભરેલી કહે તે નવાઇ ન કહેવાય. એવી સ` હકીકત અહીં કહેવા ન બેસાય; પરંતુ તેમાંની એકાદ એ તે વાનકરૂપે અહીં રજુ કરવી જરૂરી છે.
કલ્પસૂત્ર સાંભળતાં તેની ટીકામાં જ નોંધાયેલી આવી અનેક હ્રકીકતે આપણા સાંભળ્યામાં વારંવાર આવ્યા કરે છે. મેરૂક‘પ, ગર્ભાપહાર, વારંવારે છંદ્રનુ આગમન, રાત્રીએ દેવકૃત જન્માભિષેક, કળશે।ના માપતુ વન અને ચૌદ પૂર્વાને લખવા માટે શ.હીના પરિમાણુનુ વર્ણન વગેરે. આમાંની અહીં છેલ્લી જ એ હકીકતા વિષે લખવા ધારેલ છે, બીજી હકીકતા વિષે વળી અવસરે જરૂર લખાશે.
ભગવાનના જન્માભિષેક, પ્રસંગે વપરાયેલા કળશેનું પરિમાણુ અને સખ્યા વિશે ખુલાસા કરતાં ટીકાકાર એક ગાથા આ પ્રમાણે
ટાંકે છે.
"परावी सजोझणुतुंगो बारस जोअणाई विन्धारो । जोअणमेग नालुभ इगकोडी सट्ठिलक्खाई ॥" (કલ્પસૂત્ર-ભગવાનના જન્માભિષેક) ભાવાથ:-અભિષેક વખતે દેવએ વાપરેલા એક એક કળશ પચ્ચીશ યેાજન એટલે સે ગાઉ ઊંચા, બાર યોજન એટલે અડતાળાશ ગાઉ પહેાળા અને તે દરેક કળશનું નાળચું એક યેાજનનું એટલે ચાર ગાઉંનુ આ નાળચું ચાર ગાઊનુ” પહેાળુ કે લાંબુ' તેના ખુલાસે મળ્યા નથી.) આવા આવા એક બે કળશ નહીં પશુ એક ક્રેડ અને સાઠ લાખ કળશ સમજવાના છે.
જનશાસ્ત્રમાં અને ખીજા શાસ્રામાં પખ્તુ પડિંત માટે બુધ શબ્દ વપરાયેલા છે અને દેવા માટે વિબુધ શબ્દ વપરાયેલ છે. બુધ કરતાં જેનામાં વિશેષ વિવેક હોય તેને વિબુધ કહેવાય એ વાત સુવિદિત છે. ભગવાનના જન્મ થતાં પ્રથમ દેવા તેમના જન્માભિષેક રાત્રે જ કરે છે. તાજુ જન્મેલું માનવી બાળક પ્રથમ દિવસે એક વાસાનું' કહેવાય છે એ રીતે વાસાના બળકરૂપ મહાવીરના અભિષેક કરવા સારૂં કેટલુ પાણી અપેક્ષિત હાય એ વિષ્ણુધા, બુધા કરતાં વધારે વિચારી શકે છે. વળી, એક વાસ’તુ ખાળક કેટલા પાણીના પ્રવાહુ સહી શકે એ પણ કીકત તેમના ધ્યાન બહાર ન હાઇ શકે. વર્તમાનમાં જબરજસ્ત બળવાળા અને કસાયેલ શરીરવાળા મલ્લેશ પણુ કાઇ એવા જબરજસ્ત વેગથી પડતા ધોધ નીચે બેસી શકતા નથી તે પછી આ એક વાસાનુ માનવી ખાળક સેગા ઉંચા અને અડતાળીશ ગાઉ પહેાળા એવા એક સમુદ્ર જેવા કળશના ચાર ગાઉના નાળચામાંથી પડતા પાણીના પ્રવાહ નીચે શી રીતે ખેસી શકે? એ એક વાત. એવા નાના બાળકને નવરાવવા આટલા બધાં પાણીની પણ શી જરૂર હેઇ શકે ? એ બીજી વાત. વળી, ઉપર કહેલા પરિમાણુવાળા, એક કરેડ અને સાઠ લાખ કળશેમાંથી પડતા પાણીના પ્રવાહ આખા અમદાવાદ જેવાં અનેક નગરાને તાણી જવા પૂરતા છે. તે પછી તેની નીચે રહેલા એક વાસાના બાળકની શી સ્થિતિ થાપી એ. ત્રીજી વાત. ચેથી વાત એ છે કે આટલા બધા પાણીના આવા નિરથ ક વ્યક્ કરનારા એ વિષ્ણુધા કવા હશે ? સે। ગાઉ ઊંચે અને અડતાળીશ ગાઉ પહેાળા એક કળશ એટલે શુ અર્થાત્ એવા એક કળશની સરખામણી મુંબઇની પટીમાં આવેલા અરબી સમુદ્ર સાથે કરી શકાય અથવા સરખામણીમાં એ અરબી સમુદ્ર કદાચ નાના પશુ પડે જ્યારે એક કળશ એક અરબી સમુદ્રની હાડને હાય અને એવા એવા એક કરાડ અને સાઠ લાખ કળશે ભેગા થાય ત્યારે એ પાણી કેટલું ?