________________
તા. ૧-૯-૪૮
પ્રબુદ્ધ જૈન
૩૪૧
વચને
અને એ પણ અતિશયોક્તિ
દેવદ્રવ્યના રૂઢિ.... .. ... .. (પૃષ્ઠ 8૩૪ થી ચાલુ )
દેવદ્રવ્ય અને જિનદ્રવ્ય એમ બે જ શબ્દ નથી પણ મંગળ- દ્રવ્ય, નિધિદ્રવ્ય અને શાશ્વતદ્રવ્ય એ શબ્દ પણ જિનદ્રવ્ય કે ચિત્યદ્રથના પર્યાયવાચી છે.
- આ ગાથાનું વિવેચન કરવું હોય તે આ પ્રમાણે કરી શકાય? દેવદ્રવ્ય અને જિનદ્રવ્ય એ બે શબ્દો ઉપરાંત વિશેષ વ્યાપક અર્થવાળા મંગલદ્રવ્ય, શાશ્વતદ્રવ્ય અને નિધિદ્રવ્ય એ ત્રણ શબ્દો પણ આચાર્ય શ્રી હરિભદ્રના કહેવા પ્રમાણે ચૈત્યદ્રવ્યના પર્યાયરૂપ છે. એ એવા વિશાળ અર્થના શબ્દો છે કે જેમાં કાયદાની કઈ બારી દેવદ્રવ્યને જનહિત માટે ઉપયોગ કરવાને અડી આવી શકે તેમ નથી. કલ્પના કરું છું કે શાસ્ત્રજડ અને સ્થૂલ બુદ્ધિના લોકે દેવદ્રવ્ય, યદ્રવ્ય અને જિનદ્રવ્યનો સંબંધ કેવળ દેવની સાથે જ બતાવી તેને ઉપયોગ ઘણું સંકુચિત ક્ષેત્રે ન કરે એવી સંભાવનથી અચાયે કેમ જાણે તેના આ બીજા પર્યાય શબ્દ ન બતાવ્યા હોય ? હું તો એમ પણ કહ્યું છું કે “દેવદ્રવ્યને ઘણો સંકુચિત અર્થે કપવામાં આવેલ છે, પરંતુ તેના બીજા પર્યાયશબ્દો જોતાં એવા સંકુચિત અર્થને લેશ પણ સ્થાન નથી એ ધ્યાનમાં રાખવું જરૂરી છે. ૯૫મી તથા ૮૬મી ગાથામાં આચાર્યશ્રી જણાવે છે કે “જિનદ્રવ્ય પ્રવરગુણોનું અને પ્રમોદનું જનક છે અથવા ગુણવંત પુરૂષને હર્ષ પદા કરનારૂં છે અને પ્રધાન પુરૂષએ તે જિનદ્રવ્યને ૮૪ મે ગાથામાં જણાવેલી રીત પ્રમાણે વર્તેલું છે. એ રીતે વર્તાવેલ તથા એક જણ વા અનેક જણ દ્વારા આવેલ છે ધનને ધીરપુરૂષ * જિનદ્રવ્ય” કહે છે. આવા પવિત્ર દ્રવ્યને આ શાતનાને પરિહાર કરીને અથવા આશાતનના પરિવારની હેતુથી બરાબર ઠાવકાઇથી યતનાથી સાચવવું જોઈએ.” આચાર્ય હરિભદ્ર આગળ જણાવ્યા પ્રમાણે “પ્રવચન” શબ્દને જે અર્થ બતાવેલ છે તે જોતાં આ મંગલ દ્રવ્યનો ઉપયોગ સંધના એટલો સમસ્ત સંધના હિત માટે કરવામાં કોઈ પ્રકારને વાંધો જ નથી તેમ જ્ઞાનના પ્રભાવ માટે એટલે જે જમાનામાં જે વિધા હિતકર છે તે વિદ્યાના પ્રચાર માટે પણ એને ઉપગ કરવાનું તેમણે જણાવેલું છે. એટલું જ નહીં પણ એ જાતનો ઉપયોગ પ્રધાન પુરૂએ કરે છે એમ પણ સાથે ૯૫ મી ગથામાં જણાવેલું છે. જે લોકે શાસ્ત્રધારવાદી છે તેમને મારૂં 'દેવદ્રવ્યના ઉપયોગ વિશે આચાર્ય હરિભદ્રનાં આટલાં વચને પૂરતાં છે.
દેવદ્રવયના ઉપયોગ વિશે જણાવતા આચાર્યશ્રીએ સૌથી પ્રથમ પ્રવચન એટલે સંધનું ક્ષેત્ર જણાવેલ છે, પછી જ્ઞાન-વિદ્યા અને ત્યાર બાદ સૌથી છેલ્લું દર્શન ગુણનું નિરૂપણ કરેલ છે તેમ છતાં દેવદ્રવ્યને ઉપયોગ કરનારી સંસ્થાઓએ કે લોકેએ સંધને અને વિધાને તદ્દન વી સારી દીધાં છે અને કેવળ એક દર્શનગુણ મટે જ તેને ઉપયોગ ચાલુ રાખેલ છે એ શું બરાબર છે ? શરીરનો વિકાસ કરવું હોય તે તેનાં તમામે તમામ અંગેના વિકાસ માટે લક્ષ્ય અપાવું જોઈએ. કેવળ પગને જ વિકાસ કે કેવળ માથાનો જ પ્રકથ શરીરના વિકાસને હાનિરૂપ છે એમ સૌ કોઈ સમજે છે તેમ જ આ જૈનશાસનરૂપ શરીરને વિકાસ કરવો હોય તે તેનાં તમામે તમામ અંગેના વિકાસ માટે દેવદ્રવ્યને ઉપયોગ થવો જ જોઈએ. કેવળ પગની જેવા દર્શનગુણના પ્રકર્ષ માટે જ દેવદ્રવ્ય વપરાય અને હૃદયસમાન સંધના અભ્યદય માટે કે માથા જેવા જ્ઞાનગુણુની ઉન્નતિ માટે એ ન જ વપરાય એ કયાંને ન્યાય? આ બાબત આચાર્ય' હરિભદ્ર પહેલાં કોઈ પણ આચાર્ય ચચી હોય એવું મારા ખ્યાલમાં નથી. એની સૌથી પ્રથમ ચર્ચા શ્રી હરિભદ્ર જ કરેલી છે. એથી શાસ્ત્રાધારી સજજને શ્રી હરિભદ્રના વચનાને માન્ય કરી તદનુસાર દેવદ્રવ્યને વિશાળ રીતે ઉપયોગ કરવામાં કે થવા દેવામાં કશે વાંધો નહીં ઉભે કરે એ આશા હવે એકવીશમાં સૈકામાં અસ્થાને ન લેખાય.
અહીં સાથે એ પણ જણાવી દેવું જોઈએ કે જેવી રૂઢિ , દેવદ્રવ્યની ચાલતી આવેલ છે તેવી જ મૂર્તિપૂજાની ફઢિ.
પણ ચાલતી આવેલ છે. એ રૂઢિ, માટે શાસે માં એટલે મૂળ આગમાં કોઈ પ્રકારનાં વિધાયક વચનો નથી જ મળતાં એમ કહેવામાં જરા પણ અતિશયોકિતને કે અસત્યને સ્થાન નથી. ગમેમાં એને અંગે કેવળ બેચાર કથાઓ મળે છે. તેમાંય માનવલોકને સ્પર્શ કરતી વાને ઓછી છે. સ્વર્ગમાં જિનમૂર્તિઓ છે, દેવે તેમની પૂજા કરે છે એવી વાતે આગમોમાં કેટલેક સ્થળે આવે છે. પરંતું જ્યાં શ્રાવકોના અધિકારો આવેલા છે ત્યાં કયાંય એ વિશે કશે વિધાયક ઉલ્લેખ મને તે જડ નથી. અને કેવળ આવી બેચાર કથાઓ કે “આણંદ વગેરે અમુક શ્રાવકોએ જિન. મંદિર સિવાય બીજે કયાંય ન નમવું તે પણ અમુક અપવાદે સિવાય’ આવાં સાધારણ ઉલ્લેખ માનવ માત્ર માટે મૂર્તિપૂજાને લાદી દેવી વા તેને એક જુદે સંપ્રદાય ખડે કરે એ બધું વિશેષ વિચારણા માગે એવું છે. મૂર્તિપૂજાની પદ્ધતિ આપણા દેશમાં વૈદિક પરંપરામાં ઘણી જુની છે અને તેની જ અસરને લીધે પુરૂષાર્થવાદી મહાવીરના અનુયાયી જૈન લેકમાં પણ તે આવી પહોંચી. આવી પહોંચી તે ભલે, પણ તે એક તદ્દન સાધારણ નિમિત્તરૂપ છે તે આપણું ખ્યાલમાં બરાબર રહેવું જોઇએ. ભણતી વખતે છોકરાને જેટલો ઉપયોગ પાડીને છે, વાંચતી વખતે વિદ્યાર્થીને જેટલો ઉપયોગ પડીને છે, અરે ! ઘર સાફ કરતી વખતે જેટલે ઉપયોગ સાવરણીને છે અને ઉપર ચડવા માટે જેટલે ઉપગ નીસરણીને છે તેટલો જ ઉપયોગ ધ્યાન કે ભાવના કેળવતી વખતે આપણા માટે મૂર્તિ છે. પણ આ સાદી વાત જ આપણે ચૂકી ગયા છીએ અને ઠેઠ છોકરો જેમ એક પણ અક્ષરે જ ઘૂંટતાં કેપળ પાટીને જ શણગાર્યો કરે.
પડી ઉપર નવનવાં સુંદર પૂઠા ચડાવ્યા જ કરે, યા ચેપડીને રેશમથી કે ચાંદીથી શણગારે પણ એક તેમનું વાકય પણ ન વાંચે, સાવરણીથી વાળનાર કેવળ સાવરણીને જ સુશોભિત કર્યો કરે અને ઘરમાંથી લેશ પણ કચરો ન કાઢે અને ઉપર ચડનાર નીસરણીને જ રંગરોગાન કર્યા કરે પણ પિતાનો એક પણ પગ ન ઉઠાવતાં નીસરણીને જ ઉપર લઈ જવાનું કહ્યા કરે તેવા હાલ તમામ મૂર્તિપૂજાના થયા છે. એનું કારણ એ જ છે કે જે તદ્દન સધારણ નિમિત્ત હતું તેને એકદમ અસાધારણ નિમિત્ત અને સાધ્ય જ માની લેવામાં આવ્યું તે છે અને આ જાતની રૂઢિમાં પણ તે ચયવાસીઓ જ નિમિત્તરૂપ છે. મૂર્તિપૂજા એ ચૈત્યપૂજાનું જ સુશબિત રૂપાંતર છે એ બરાબર સમજી રાખવાનું છે. તવાર રાખનારને તરવારનો ઉપયોગ કરતાં ન આવડે તે તેના કેવા હાલ થાય ? એવા જ હાલ મૃતિના ઉપગ કરતાં જ ન આવડતું હોવાથી આપણો પણ થયા છે એ ભૂલવું ન જોઈએ. હું તે એમ કહું છું કે મૂર્તિપૂજામાંથી મૂર્તિપૂજાની રૂઢિ હવે કાંઈ કાઢી શકાય તેમ નથી. તે આવી તે ભલે આવી, પણ તેને સદુપયેગ કરતાં શીખવું જોઈએ.
મૂર્તિપૂજાની પદ્ધતિ માટે બલે વિધાયક શાસ્ત્રધાર ન હોય, ભલે ને એ ચિત્યવાસીઓ દ્વારા કેમ ન આવી હોય, પણ હવે તેને આપણે તેનું ઉચિત સ્થાન જ આપવું જોઈએ, તેની મર્યાદાઓ જાણી લેવી જોઈએ અને તે તદન સાધારણ નિમિત્ત છે-પાટી કરતાં તેને ઉપયોગ કશે વિશેષ નથી એમ સમજી તેને સદુપયોગ કરતાં શીખી લેવું જોઈએ અને દેવદ્રવ્યને એ સમજણ માટે અર્થાત્ વિદ્યાવૃદ્ધિ માટે તથા સંધનો શ્રેય માટે પણ ઉપયોગ કરતાં જરા પણ ન અચકાવું જોઈએ. જેવી રૂઢિ આ મૂર્તિપૂજાની છે તેવી જ રૂઢિ આ દેવદ્રવ્યની છે તે તેને પશુ સદુપયોગ કરવા સારૂ આપણી સંસ્થાઓએ અને આપણા આગેવાનોએ હવે વિનાવિલંબે આગળ આવવું જોઈએ. દેવદ્રવ્યની રૂઢિ વર્તમાનમાં કેવળ દેવમૃતિ અને તેના શણુગારોમાં જ દેવદ્રવ્ય વપરાવે છે. મને લાગે છે કે જ્યારે હરિભદ્રસૂરિએ ચયવાસીઓ તેને પોતાની મેજમજામાં ઉપયોગ કરતા હતા તે સામે વિરોધ ઉઠાવ્યા ત્યારે દેવદ્રવ્યની રૂઢિ આ પ્રકારની નહીં હોય અને એમ હતું જ માટે શ્રી હરિભદ્રસૂરિએ દેવદ્રવ્યને સંધના હિત માટે, જ્ઞાનના પ્રચાર માટે અને દર્શનના પ્રભાવ માટે
ધારણ નિમિત હા, એનું કારણ એ તે હાલ