SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ વિષયો (કામ, લોભ, વ.) બંધન કરે છે. ગુણો કર્મનું મૂળ છે; તે આવર્તનું પુનર્જન્મનું મૂળ છે (સરખાવો - આચાર ૧.૫.૪૧; ૨.૧.૬૩; ૨.૨.૬૯; ૩.૧.૧૧૧). મન, વાણી અને કાયને બહિર્મુખ થતાં રોકી-આંતરમાં સંકેલી લઈ, સર્વ ગાત્રોનો ર્વિરોધ કરી જે કાંઈ વિષયસ્પર્શથી સુખદુઃખનો અનુભવ થાય તે સહન કરતા રહેવું (આચાર ૮.૮.૨૪૬-૨૪૭ = શ્લોક ૧૮-૧૯), આવી જ પ્રક્રિયા મહાવીરે પણ અપનાવી હતી (જુઓ ૮.૮.૨૪૦ શ્લોક' ૧૨). બ્રહ્મચર્યનું ત્રીજું અધ્યયન શીતોષ્ણીય પણ જણાવે છે કે આત્મપ્રાપ્તિથી દુઃખમુક્ત થવાય છે (૩.૩.૧૨૬). આ વ્યક્તિ પરિજ્ઞાતકર્મ, ક્ષેત્રજ્ઞ, નૈષ્ણદર્શી (૩.૨.૧૧૫, ૪.૪.૧૪૫), પરમદર્શી, આત્મવિદ (૩.૧.૧૦૭), આત્મગુપ્ત (૩.૨.૧૨૩), આત્મસમાહિત (૪.૩.૧૪૧), આત્મોપરત (૪.૪.૧૪૬) અને વિમુક્ત છે. ઇંદ્રિયો ગુપ્ત” કે ““સંવત” થતાં તે વ્યક્તિ દુઃખમાંથી છૂટી જાય છે. તેને પછી બીજી કોઈ સાધનાની આવશ્યકતા હોતી નથી, (૩.૨.૧૨૬). સૂત્રકૃતાંગ પણ જણાવે છે કે અત્તત્તા પરિવ્રણ (4.૩.૩.૭ = I.૧૧.૩૨, જુઓ બોલે L.૫.૧૧૫)-તે આત્માર્થે સંસાર ત્યજે છે, તે આત્માર્થે સંવત થયો છે (સૂત્રકૃતાંગ II.૨.૨૯). તે ઉપશાંત છે, પરિનિવૃત છે, તેને ઇતર કાંઈ કર્મ રહેતું નથી. બ્રહ્મચર્યની અને વિશેષ તો તેના વિભાગ ૧ની (૧-૫ અધ્યયનો) વિચારપ્રક્રિયામાં સળંગસૂત્રતા કે અખંડિતતા જળવાઈ નથી, પણ તે તૂટક દશામાં મળે છે. કારણ કે મૂળે બ્રહ્મચર્ય શ્રુતસ્કંધનાં ઘણાં સૂત્રો ખંડિત અને અસ્તવ્યસ્ત છે; તેઓના ગઘાંશ કે પદ્યાંશ એકમેક થઈ ગયા છે અને તેમની ગોઠવણી કંઈક ક્રમબદ્ધ પણ નથી. એમાં મળતાં પાપકર્મો, અસક્તિ, નિર્લેપ, નૈષ્કર્મ્સ વગેરે જેવાં વિધાનો ઉપનિષદો, મહાભારત કે ગીતાની કર્મ, આસક્તિ અને રાગની વિચારસરણી વ્યક્ત કરે છે. આચાર બ્રહ્મચર્યની આવી જીવ, કર્મ અને લોકની વિચારસરણી તત્કાલીન અવિકસિત દશાના લોકધર્મના વિચારોમાંથી ઊતરી આવી હોય એમ લાગે છે. આચારાંગ પછીનાં કેટલાંક આગમોમાં પણ આચાર બ્રહ્મચર્યની આવી વિચારધારાના દૃષ્ટિગોચર થતા કેટલાક અંશોનો કંઈક પરિચય આગળ આપવામાં આવ્યો છે. હું ૧.૭.૨. મુક્તાત્માની સ્થિતિ - વૈદિક ઉલ્લેખ હાન્સ પેટર શ્મીતે જૈન પરંપરામાં માન્ય મુક્તાત્માની સ્થિતિ અને તેનાં આદિમૂળ વૈદિક પરંપરામાંથી શોધ્યાં છે (જુઓ ઉપર પા.ટી.ર.). પ્રસ્તુત સંશોધન લેખ પ્રાચીન જૈન આગમો પૂરતો મર્યાદિત હોવા છતાં મુક્તાત્માની સ્થિતિનો આ આખો મુદો તદ્દન નવો અને અમારા આ લેખના ઉદેશ્ય સાથે સંવાદિત થતો હોવાથી અહીં તેનું વિવરણ ઉપકારક અને આવશ્યક ગણાશે. છાંદોગ્ય ઉપનિષદમાં ઘોર આંગિરસનું તત્ત્વદર્શન (૩.૧૭.૧-૭) બુદ્ધ અને મહાવીરના અસ્તિત્વ પહેલાંનું અને અતિપ્રાચીન છે. તે કર્મ અને આત્મત્તત્ત્વ વિષેના વિચારોથી હજી અપરિચિત રહ્યું લાગે છે. તેમાં પહેલી વાર અહિંસા એક નવા સિદ્ધાંતરૂપે દૃષ્ટિગોચર થાય છે. તેમાં પિતા પુત્ર રૂપે જન્મે છે એવા શતપથ બ્રાહ્મણના વિચારોની પુષ્ટિ કરતાં છાંદોગ્ય ઉપનિષદ (૩.૧૭.૫) જણાવે છે કે – સૌષ્યતિ – સોટ્ટા - તિ, પુનરુત્થાન - મેવા; “તે સોમે સવન કરશે (= તેની પત્ની પ્રસવ કરશે), તેણે સોમ સવન કર્યું (= તેની પત્નીએ જન્મ આપ્યો). એ જ તેનો પુનર્જન્મ છે.” અહીં શ્લેષનો પ્રયોગ કરી સૌષ્યતિ – મોણ નો મૂળ અર્થ અસ્પષ્ટ (અવ્યક્ત) કેમ રાખ્યો હશે તે સમજવું મુશ્કેલ છે. વળી, તે આગળ જણાવે છે કે આપણા પૂર્વ સ વપૂવ, સોત્તવેતાયામેતત્ ત્રય પ્રતિપદ્યત. તમfસ, ચુતસિ. પ્રાસંતિમસીતિ. “તે તૃષારહિત થયો (મુક્ત થયો). મૃત્યુવેળાએ તે આ ત્રણ પામે છેઃ “તું અક્ષય છે’, ‘તું અય્યત છે ‘તું પ્રાણના - જીવનના - શિખરે છે” (જુઓ અથર્વવેદ ૩.૧૯.). આના સમર્થન માટે સ્વેદની બે ઋચાઓ પણ આપી છે,જામકે માત્ ત્ પ્રત્ન રેતી, - જોતિ = પત્તિ વાસરમ્ – પછે વત્ રૂધ્યતે વિવિ (ઋગ્વદ ૮-૬-૩૦) - “તેઓ પુરાતન રેતસમાંથી જન્મેલી પ્રાતઃકાલીન જ્યોતિ જુએ છે, જે દિવ (આકાશ)માં સામે પાર પ્રજ્વળી રહી છે.” (= સામવેદ ૧.૨.૧૦). લુપ્તપ્રાય આદિકાલીન જૈન તત્ત્વજ્ઞાનના ગૂઢ સંકેતો. ] [ ૧૯
SR No.249691
Book TitleLuptpray Aadikalin Jain Tattvagyanna Gudh Sanketo
Original Sutra AuthorN/A
AuthorBansidhar Bhatt
PublisherBansidhar Bhatt
Publication Year
Total Pages49
LanguageGujarati
ClassificationArticle & 0_not_categorized
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy