SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ૬ ૧.૭.૧. આચાર-બ્રહ્મચર્ય વિભાગ ૧ નું મૌલિક તત્ત્વચિંતન ઉપર્યુક્ત વિવેચનના આધારે બ્રહ્મચર્ય વિભાગ ૧ ના (અધ્યયન ૧-૫) વિચારો સંક્ષેપમાં નીચે મુજબ ગોઠવી શકાય : (૧) ગુણો-વિષયો ઇંદ્રિયોને આકર્ષે છે અને પાપ કર્મ તરફ દોરે છે; પરિણામે જીવને આત્માને) બાંધે છે, તેને જન્મમરણના ફેરામાં અટવાવું પડે છે (જુઓ ફ્રાઉવાલ્વર ૧,પૃ.૧૧૦થી આગળ). (૨) તેથી મન, વચન અને કાર્યો દ્વારા અધ્યાત્મમાં - અંતરાત્મામાં ચિત્ત સંકેલી (સ્થિર થઈ પાપ કર્મોનો ત્યાગ કેરવો, (૩) અને ગૃહત્યાગ કરી, લૌકિક વ્યવહાર ત્યજી ધર્મનું આચરણ કરવું, તથા આવી પડતા સર્વ સ્પર્શી સહન કરવા. (૪) આથી આ લોક સાથે તેને બંધન (સંધિ-ગ્રંથ) રહેતું નથી, અને તે સંસારથી મુક્ત થાય છે. ' બ્રાહ્મણ પરંપરાની વિચારધારામાં આત્મજ્ઞાનને મહત્ત્વ આપ્યું છે. તે વિચારો જણાવે છે કે અવિદ્યા-અજ્ઞાનથી (આત્મજ્ઞાનના અભાવે) જીવાત્માને સંસારનું બંધન રહે છે. એને પરિણામે તે દુઃખ અનુભવે છે, જન્મમરણના સંસારચક્રમાં ફર્યા કરે છે. પણ ગૃહત્યાગ કરી - સંન્યાસ સ્વીકારી - રાગદ્વેષાદિ ઇંદ્રિયોના વિષયોથી થતાં સુખદુઃખ આસક્તિ વગર સહન કરવા અને આત્મરત - આત્મનિષ્ઠ રહેવું. આથી તેને સંસારનું બંધન રહેતું નથી; તેને મોક્ષપ્રાપ્તિ થાય છે. વ્યક્તિગત જીવાત્માને કેંદ્રીભૂત કરતી આવી (microcosm) વિચારપ્રણાલીની સમાંતર ચાલી આવતી વિશ્વબ્રહ્મની, સમગ્ર વિશ્વ બ્રહ્મ છે એવી (macrocosm) વિચાપ્રણાલીએ જીવાત્માની વિચારપ્રણાલીમાં ક્રાંતિ સર્જી. પરિણામે, તે બંને પ્રણાલીઓના તાદાભ્યથી - “હું - જીવાત્મા - બ્રહ્મ છું” કે ““તે-બહ્મ હું છું” - એવા તાદાસ્ય જ્ઞાનથી જીવાત્મા મુક્ત થાય છે, તેવા વિચારો પ્રચલિત થયા (જુઓ ફાઉવાલ્વર 1. ૫.૭રથી આગળ, તથા હ્યુમ-પ્રકરણ ૫, પૃ.૨૩-૩૨, હાઈમાન પૃ.૨૦૧-૨૦૭). આચાર-બ્રહ્મચર્ય વિભાગ ૧માં વિશ્વહ્મની વિચાપ્રણાલી (macrocosm) મળતી નથી, પણ જીવાત્માની વિચાસ્પ્રણાલી (microcosm) હતી તે ઉપર્યુક્ત વિવેચનોથી સ્પષ્ટ થાય છે. પરંતુ તેમાં પાપકર્મની-શસ્ત્રની પરિજ્ઞાજ્ઞાન-વિવેકને મહત્ત્વ આંધ્યું છે. ગુણો-વિષયોથી જીવાત્મા આકર્ષાય છે અને પરિણામે બંધન (સંધિ) અનુભવે છે. ઉત્તરકાલીન જૈન આગમોમાં સંધિ-ગ્રંથિ શબ્દનું સ્થાન યોગ શબ્દ લીધું. . મહાવીરના સમયમાં ધર્મના નામે અનેક પાપકર્મો થતાં હતાં. મહાવીરે તે દૂર કરવાની પ્રાથમિક ફરજ સમજી અને પાપકર્મોનો-હિંસાનો વિરોધ કર્યો. આમ, અહિંસાને મહત્ત્વ આપતાં મહાવીરે આત્મતત્ત્વના જ્ઞાનની ચર્ચા પ્રત્યે લક્ષ્ય ન આપ્યું (બદ્ધ પણ તે રીતે આત્મતત્ત્વ પ્રત્યે ઉપેક્ષા દર્શાવી હતી), પણ પાપકર્મના વિવેકને-પરિજ્ઞાને પ્રાધાન્ય આપ્યું. એમાં જીવાત્માની મુક્તિનો પ્રશ્ન પણ ઉકલી જતો હતો. બ્રાહ્મણ વિચારધારા અને બ્રહ્મચર્યની વિચારધારામાં ધ્યેય - આત્મમુક્તિ - સમાન છે, એક જ છે; પણ બંનેના વિચારોના ફલક જુદા છે, બ્રાહ્મણ વિચારધારામાં આત્મજ્ઞાન, બ્રહ્મચર્યની વિચારધારામાં પાપ કર્મનું જ્ઞાન - શસ્ત્રપરિજ્ઞા. મહાવીરે અલોભથી લોભ જીતવાનો અને અનાયાસે –સ્વયં ફળીભૂત થતી કામનાઓને પણ પ્રહણ નહીં કરવાનો આદેશ આપ્યો (આચાર ૨.૧.૭૧). તેવા જીવાત્માને હર્ષ પણ નથી કે ક્રોધ પણ નથી (૨.૨,૭૫). તેનાં કર્મો ઉપશમ્યાં છે (૨.૬.૯૭). હિંસા કરવા છતાં (૨.૬.૧૦૩) તે તેનાથી લપાતો નથી (૨.૧.૭૪, ૨.૫.૮૯). તેને તેનો ““રાગ” થતો નથી (૨.૬.૯૮). ઉપનિષદો પણ કહે છે કે તિતિક્ષ પાપકર્મથી લપાતો નથી (દા.ત. બૃહદારણ્યક ઉપનિષદ, ૪.૪૨૮, સરખાવો. છાંદોગ્ય ઉપનિષદ, ૪.૧૪૩, ૫.૧૦-૧૦, તૈત્તિરીય ઉપનિષદ, ૨.૯; જુઓ ઉપર હું ૧.૨). આવાં વિધાનો પાછળ કોઈ અધર્મ-આચરણનો આશય હોતો નથી (જુઓ પાઉલ-હાકર. Topos. પૃ. ૩૯૬-૩૯૭). વળી, આચાર. ૨.૧.૭૧ જણાવે છે કે કર્મ સ્વયં બંધન કરતું નથી, પણ તેની પાછળ રહેલા ગુણો બાપુ. ૧૮ ] [ સામીપ્ય : એપ્રિલ, '૯૫-જૂન, ૧૯૯૫
SR No.249691
Book TitleLuptpray Aadikalin Jain Tattvagyanna Gudh Sanketo
Original Sutra AuthorN/A
AuthorBansidhar Bhatt
PublisherBansidhar Bhatt
Publication Year
Total Pages49
LanguageGujarati
ClassificationArticle & 0_not_categorized
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy