________________
[૬૨.૧] હસ્તપ્રત પ્રકાશનના નીતિ-નિયમો : ૧. (સમીક્ષાત્મક) પ્રકાશન માટે નિશ્ચિત કરેલા ગ્રંથની પ્રાપ્ત થઈ શકે એટલી હસ્તપ્રતોનાં સંકલન. ૨. ' પ્રાપ્ત હસ્તપ્રતોમાંથી આધારભૂત સામગ્રીનું તથા પાઠોનું સંકલન અને પરીક્ષણ (collation). ૩. પ્રાચીન અથવા તો સામાન્ય રીતે પ્રચલિત કે પ્રકાશન યોગ્ય જણાતી કે આદિથી અંત લગી પૂરેપૂરી મળી
આવતી કોઈ એક હસ્તપ્રતની પસંદગી (vulgate). ૪. પ્રકાશન માટે સ્વીકારેલી હસ્તપ્રત સિવાયની અન્ય હસ્તપ્રતોમાંથી પ્રાપ્ત વિવિધ પાઠાંતરોની પાદ
ટિપ્પણીમાં વિસ્તૃત નોંધ તથા સાથે સાથે તે બધા પાઠાંતરોનું વિવરણ/વિવેચન. પ્રકાશન માટે સ્વીકારેલી હસ્તપ્રતના કોઈપણ પાઠમાં, કોઈપણ પ્રકારે - વ્યાકરણ-વિષયક, ભાષાવિષયક, લિપિ-વિષયક કે છંદ-વિષયક- ફેરફાર નહીં કરવા સતત કાળજી, તેમાં પણ અર્થની, ભાષાની, વ્યાકરણની કે છંદની દૃષ્ટિએ દોષિત જણાતાં કોઈ અપ્રમાણિત કે ક્લિષ્ટ પાઠોને, તથા લેખનમાં (orthography માં) રહી ગયેલા દોષોને, તે જેમ હોય તેમ જ રાખીને, તે જરાપણ સુધાર્યા વિના, તે હસ્તપ્રત પ્રકાશિત કરવી. હસ્તપ્રત-પ્રકાશનના નીતિનિયમોમાં આવા દોષિત, અપ્રમાણિત કે ક્લિષ્ટ
પાઠોને (lectio difficilior) તો તે જેમ હોય તેમ જ રાખવાનો આ પાયાનો સિદ્ધાંત ગણાય છે. આવા * દોષિત પાઠોને બદલે અન્ય કોઈ હસ્તપ્રતમાંથી કોઈ સરળ પાઠ (lectio facilior) મળી આવે તો પણ,
એવી પરિસ્થિતિમાં પ્રાપ્ત અપ્રમાણિત, ક્લિષ્ટ કે દોષિત પાઠને જ મહત્ત્વ આપીને તે પાઠ કાયમ-ફેરફાર કર્યા વિના- રાખવો જોઈએ, તેને કોઈપણ પ્રસંગે સરળ પાઠમાં - પ્રમાણિત પાઠમાં - ન બદલવો જોઈએ.
(આના વિસ્તાર માટે જુઓ, ૨-૪, ૨-૫). [$૨.૨] હસ્તપ્રતો અને મૂળ શાસ્ત્રગ્રંથ :
ખાસ કરીને પ્રાચીન શાસ્ત્રગ્રંથો કોઈ એક વ્યક્તિ દ્વારા, એક સમયે કે એક સ્થળે રચાયેલા હોતા નથી. વળી, તે ગ્રંથો હસ્તપ્રતોમાં રૂપાંતર થયા તે પહેલાં, તે સૌ મૌખિક પરંપરાથી ચાલ્યા આવતા હોવાથી, તેમાં કાળક્રમે, ભાષાભેદે, સ્થળભેદે કે વ્યક્તિભેદે સુધારા-વધારા પણ થતા રહ્યા હોય છે. આવા કોઈ પણ ગ્રંથની સૌથી પ્રાચીન હસ્તપ્રત પણ મૂળ-ગ્રંથને (urtext) તો સંપૂર્ણ રીતે વ્યક્ત કરતી - કરી શકતી - નથી. ધારો કે, કોઈ શાસ્ત્ર-ગ્રંથની સૌથી પ્રાચીન (અથવા તો સૌથી પહેલાં) લખાયેલી હસ્તપ્રત મળી આવે તો તેમાં પણ, તે હસ્તપ્રતની પૂર્વે ચાલી આવેલી મૌખિક પરંપરાના કારણે થયેલા ક્ષેપ-પ્રક્ષેપો/સુધારા-વધારા કે સ્થળ-કાળ-વ્યક્તિભાષા ભેદે થયેલા પાઠાંતરો તો રહેવાના જ ! અને તે પ્રાચીન પહેલી હસ્તપ્રત પણ મૂળ કે આદિ શાસ્ત્ર ગ્રંથને સંપૂર્ણ વ્યક્ત કરી શકતી નથી. ઉપરાંત, તે શાસ્ત્રગ્રંથની અનેક હસ્તપ્રતો પણ સ્થળ-કાળ-વ્યક્તિ-ભાષા ભેદે તે શાસ્ત્રનાં અનેક “સંકલનો” (redactions) અને “અનુકૃતિઓ” (versions) સૂચિત કરે છે. વળી, કોઈપણ શાસ્ત્રગ્રંથના “અસ્તિત્વનો” સમય અને તે શાસ્ત્રગ્રંથની પ્રાપ્ત થતી સૌથી પ્રાચીન હસ્તપ્રતનો સમય, એ બંનેની વચ્ચેના સમયગાળાનું અંતર ખૂબ લાંબું હોય છે. તે સાથે સાથે, એ પણ ધ્યાનમાં લેવું જોઈએ કે, ઘણા શાસ્ત્રગ્રંથો ઉપર મળી આવતાં પ્રાચીન ભાષ્યો, તે તે શાસ્ત્રગ્રંથની પ્રાપ્ત થતી સૌથી પ્રાચીન હસ્તપ્રત કરતાં પણ ઘણું કરીને પુરાણાં હોય છે : જેમકે, કેટલાંક ઉપનિષદો ઉપરનાં આદિ શંકરનાં ભાષ્યો (ઈ.સ. આશરે ૭૦૦, સરખાવો ૧૯૬૪ : હાકર ૨૩૫) તે તે ઉપનિષદોની પ્રાપ્ત હસ્તપ્રતો (આશરે ૧૧મીથી ૧૫મી સદી) કરતાં તો પુરાણાં છે. જો કે હસ્તપ્રતોમાં શાસ્ત્રગ્રંથના વિતરણની આલેખનની પ્રથા, ભાષ્યોમાં શાસ્ત્રગ્રંથ-વિતરણની કે શાસ્ત્રગ્રંથઆલેખનની પ્રથાથી જુદી તરી આવે છે. ભાષ્યો શાસ્ત્ર - વિવરણના આશયથી રચાયાં હોય છે. હસ્તપ્રતોનો આશય મૂળ શાસ્ત્ર-આલેખન પૂરતો જ હોય છે. ભાષ્યોમાંથી સંપૂર્ણ - અખંડિત - શાસ્ત્રગ્રંથ મળી રહેવો મુશ્કેલ છે, તેવું હસ્તપ્રતો વિષે ન કહી શકાય. હસ્તપ્રતો ભલે પ્રાચીન ના હોય, પણ તેમાં આલિખિત (વિતરણ પામેલો) ગ્રંથ પ્રાચીન નથી એવું ન કહી શકાય. અપ્રાચીન હસ્તપ્રતોમાં પણ પ્રાચીન પાઠો તો જળવાઈ રહ્યા હોય
૨૨].
[ સામીપ્ય : એપ્રિલ-સપ્ટેમ્બર, ૨૦૦૩