________________
આગમયુગના વ્યવહાર અને નિશ્ચયનય : ૨૧ આગમગત આ બે દૃષ્ટિઓ જ મુખ્યરૂપે નયો તરીકે પ્રતિષ્ઠિત થઈ છે; અને તે બે દષ્ટિઓના આગળ જઇ પાંચ નયો, છ નયો અને સાત નયો તથા વચનના જેટલા પ્રકાર હોય તેટલા નયો-એમ ભેદો કરવામાં આવ્યા છે. પણ તેના સાત ભેદો એ દર્શનયુગમાં વિશેષરૂપે માન્ય થયા છે. (૩) નામ-સ્થાપના-દ્રવ્ય-ભાવ
ત્રીજા વર્ગમાં નામ-સ્થાપના-દ્રવ્ય-ભાવ એ ચાર નિક્ષેપ અથવા એથી વધુ નિક્ષેપોનું સ્થાન છે. આમાં મુખ્યરૂપે શાબ્દિક વ્યવહારનો આધાર શોધવાની પ્રવૃત્તિ છે. નિક્ષેપ અનેક છતાં દર્શનયુગમાં અને આગમોની ટીકાઓમાં પણ ઉક્ત ચાર નિક્ષેપોને જ મુખ્ય માનવામાં આવ્યા છે. (૪) જ્ઞાનનય અને ક્રિયાનય - ચોથા વર્ગમાં જ્ઞાનનય અને ક્રિયાનય, એટલે કે, જીવનમાં જ્ઞાનને મહત્વ આપવાની દૃષ્ટિ અને ક્રિયાને મહત્વ આપવાની દૃષ્ટિ: મૂળ આગમમાં આ બે નયો વિષે ઉલ્લેખ નથી પણ નિર્યુક્તિભાષ્યોમાં તે સ્પષ્ટ છે. –વિશેષા. ગા૩૫૯૧, ૩૬%, ૩૬૦૧. * (૫) વ્યવહાર અને નિશ્ચય
અને પાંચમા વર્ગમાં ભગવતીસૂત્ર અને બીજા આગેમિક ગ્રંથોમાં ઉલિખિત વ્યવહાર અને નિશ્ચયનયનો સમાવેશ છે. (૬) નય અને પ્રમાણ
અને છેવટે નય અને પ્રમાણુથી વસ્તુનો અધિગમ થાય છે એમ મનાયું છે. આનો અર્થ એ છે કે ટા ટી દૃષ્ટિકોણથી અર્થાત નયોને આધારે થતું દર્શન એ આંશિક છે; ત્યારે પ્રમાણથી કરાયેલું દર્શન પૂર્ણ છે. આમ વસ્તુતઃ જ્યારે નય અને પ્રમાણરૂપ ઉપાયનું અવલંબન લેવામાં આવે ત્યારે જ વસ્તુના અંતિમ અને પૂર્ણ સ્વરૂપનું ભાન થાય છે.
૨. વ્યવહાર અને નિશ્ચયનય અથવા સંવૃતિસત્ય અને પરમાર્થસત્ય વિશ્વને સત્ય અને મિથ્યા માનનારાં દર્શનો * ભારતીય દર્શનો સ્પષ્ટ રીતે બે વિભાગમાં વહેંચાઈ જાય છે. એકમાં બાહ્ય દશ્ય અને વાગ્યે વિશ્વને
સત્ય માનનારાં અને બીજામાં મિથ્યા અથવા માયિક માનનારાં છે. શાંકરેદાંત, શત્યવાદ, વિજ્ઞાનવાદ આદિ દર્શનો બાહ્ય વિશ્વને મિથ્યા, માયિક, સાંસ્કૃતિક કે પ્રપંચ માની તેની વ્યાવહારિક સત્તા અથવા સાંસ્કૃતિક સત્તા સ્વીકારે છે, જ્યારે શૂન્ય, વિજ્ઞાન કે બ્રહ્મને પારમાર્થિક સત સ્વીકારે છે. આથી વિપરીત બાહ્ય દેખાતા જગતને સત્ય માનનાર વર્ગમાં પ્રાચીન બૌદ્ધો, જેનો, ન્યાયવૈશેષિક, સાંખ્ય, મીમાંસકો આદિ છે.
દષ્ટિબિંદુના આ ભેદને કારણે અદ્વૈતવાદ અને દૈતવાદ એવા બે ભેદોમાં સામાન્ય રીતે દર્શનોને વહેંચી શકાય છે. અદ્વૈતવાદીઓએ પોતાના દર્શનમાં સામાન્ય જનની દૃષ્ટિએ જે કાંઈ દેખાય છે તેને લૌકિક કે વ્યાવહારિક કે સાંસ્કૃતિક કહ્યું, જ્યારે જ્ઞાની પુરુષની દૃષ્ટિમાં જે આવે છે તેને પારમાર્થિક, અલૌકિક કે પરમ સત્ય કહ્યું. આમાં દર્શનભેદની કલ્પનાને આધારે અપેક્ષાભેદને વિચારમાં સ્થાન
આમાં વિશેષાવશ્યક ભાષ્યની ગાથાઓના અંકો માલધારી હેમચંદ્રાચાર્યકુત ટીકાના સમજવા,