________________
ચૂંટણી પદ્ધતિની ભયંકરતા
૧. ચૂંટણીની પદ્ધતિ આપણા દેશમાં ન હતી, પણ સુયોગ્યની પસંદગી કરવાની પદ્ધતિ હતી અને યોગ્ય વ્યક્તિની નિમણુક કરવામાં આવતી હતી. જેમાં આજે પણ ગવર્નર આદિની જગ્યાએ લાયક વ્યક્તિને જવાબદારીના કામો પર નિયુકત કરવામાં આવે છે.
૨. આપણા દેશમાં ચૂંટણી પદ્ધતિ ન હતી. એનું કારણ એ હતું કે, આપણે ત્યાં વાલીપણાનો (Guardianship) સિદ્ધાંત છે. કાયમી હક્ક કોઈનો નથી. જેથી મૂડીવાદ, મજૂરવાદ વગેરે કોઈ વાદનો પ્રશ્ન ન હતો.
૩. વાલી એટલે પ્રત્યેક જવાબદાર વ્યક્તિઓ પોતાની સંપત્તિ અને અધિકારો ઉપર પોતાનું સત્તાધીશપણું માનતા ન હતા. એ બધું યુરોપની પ્રજાના સંપર્કથી આપણે ત્યાં પ્રચલિત થયું. ગોરી પ્રજાએ પોતાના સ્વાર્થને લક્ષમાં રાખી આ દેશમાં આ બધું ઊભું કર્યું છે.
૪. બીજા કૃત્રિમ સ્થાપિત હિતોનો નાશ કરવાની નીતિ આ પ્રચારાઈ રહી છે અને ખેડૂતો અને મજૂરો વગેરેના કામચલાઉ સ્થાપિત હિતોનું પુનઃ નિર્માણ થઈ રહ્યું છે.
વાલીપણાની પદ્ધતિમાં ખેડૂતો પ્રજા માટે અનાજ પેદા કરતા હતા. આ જ ખેડૂતોને એમના વ્યવસાયના માલિક બનાવાય છે. તેમજ એમને પુરતી કિંમત મળે ત્યારે જ અનાજ વેચે. એમની મરજી હોય ત્યારે જ વેચે, વગેરે સ્થાપિત હિતો એ માટે નક્કી સ્થાપિત કરાવાય છે કે ભારતવર્ષમાં યાંત્રિક ખેતીનો વિકાસ કરવાની આંતરરાષ્ટ્રીય નીતિ ચાલુ થઈ છે. એટલે એને અનુકૂળ કાયદાઓ અને વિવિધ યોજનાઓ પોતાની મરજીથી પોતાની મેળે અમલમાં લાવે અને એમને ખૂબ પૈસા મળે.
છે પરંતુ આમાં ભારતની સમગ્ર પ્રજાને શું શું નુકશાન થશે એની કલ્પના પણ કયાંથી હોય? મનમાની કિંમત મળે તો જ અનાજ વેચવાની વાત ખેડૂતોને શિખવાડાઈ રહી છે. એનું પરિણામ એ આવવાનું કે દરેક ખેડૂતની પાસે દસ દસ મણ અનાજ નો સંગ્રહ થાય અને એ રીતે લાખો ખેડૂતો પાસે ઘણું અનાજ સંગ્રહિત થવાનું અને અનાજ બજારમાં ન આવવાથી અનાજની તંગી અને ભાવ કેટલાય વધી જવાના. વાલીપણાની પદ્ધતિમાં આ પરિસ્થિતિ નહોતી સર્જાતી. મધ્ય યુગમાં ખેડૂતો ગરીબ હતા એ વાત સત્ય છે પણ એનું કારણ બ્રિટિશરોની વ્યાપારી નીતિ અને રાજ્યકર્તાઓને અલગ રાખી પોતાની સત્તાની જમાવટ કરવાની નેમ હતી.
જેમ ખેડૂતો વાલીપણાના સિદ્ધાંતની રએ કષ્ટ સહીને પણ પ્રજાને માટે અનાજ ઉત્પન્ન કરતા હતા, એ જ રીતે એ જમાનામાં બેંકો ન હતી ત્યારે સરાફો પ્રજા માટે વાર્ષિક ઉત્પાદન વધારવા ધનનો સંચય કરતા હતા અને જરૂર પડતી ત્યારે ઉધાર આપીને ઉત્પાદનમાં મૂડી રોકતા હતા.
રાજાઓ પણ પ્રજાના સંરક્ષણ માટે પ્રાણ સુદ્ધાં આપતા હતા, અને ધર્મગુરુઓ પણ યોગ્ય