________________
Chenna
જીવનનું માર્ગદર્શન અને સદાચારાદિ મૌલિક ભાવો સમજાવતા હતા. બ્રાહ્મણો પણ પ્રજાના સંસ્કારો ટકાવવા માટે યોગ્ય જીવન જીવતા હતા. એટલે કે પ્રજાના નાના-મોટા બધા જ લોકો પરસ્પર સહયોગ અને સહકારથી જીવન જીવતા હતા.
૫. યુરોપીયન લોકોએ ઈસ્વી સન ૧૪૯૨ની જાહેરાતના આધારે સંસાર સમગ્રના જળસ્થળ ઉભય માર્ગો પર પોતાનું પ્રભુત્વ સ્થાપિત કરવા વિશ્વમાં ચોમેર ફેલાઈ જવાની નીતિ અપનાવી હતી અને જ્યાં જેવી પરિસ્થિતિ જોઈ ત્યાં તેવી નીતિ અખત્યાર કરી. પોતાનો સ્વાર્થ સાધવા મજબૂત અડ્ડો જમાવ્યો અને એવો કુટ પ્રપંચ ચલાવ્યો કે જેથી પોતાના હિતોને અનુકુળતા અને પોતાના આદર્શને બળ મળે. આ રીતે ભલે દેશની ઉન્નતિ થતી દેખાય પણ દેશની સ્થાનિક પ્રજા નિર્બળ બનતી ગઈ.
૬. યુરોપીયનો જ્યારે ભારતમાં આવ્યા ત્યારે ભારતના જે સ્થાનિક લોકો વાલીપણામાં અગ્રેસર હતા અને અગ્રેસર બનતા હતા, એ લોકોને માલિક અને કામચલાઉ સત્તાધીશ બનાવી પોતાની સ્વાર્થનીતિમાં એમના તરફથી જરાય વાંધો ન આવે એવી ગોઠવણ કરી હતી. ફલસ્વરૂપે કૃત્રિમ રીતે ભારતમાં હિતોના વાલીપણાને સ્થાને વાલી વર્ગને સ્થાપિત હિતવાળા બનાવ્યા બાદ, એમની મારફત જ એમની સત્તાનો દુરુપયોગ કરાવીને સામાન્ય પ્રજાનાં મનમાં એ વાલીવર્ગની બીજી ત્રીજી કે ચોથી પેઢી માટે અરૂચિ ઉત્પન્ન કરાવી દીધી.
કારણ કે આ વાલીવર્ગને સત્તાથી અને પ્રજાના જાહેર જીવનથી અલગ કરવો એ યુરોપીયનોને પોતાના સ્વાર્થની પૂર્તિ માટે જરૂરી હતું.
એટલા જ માટે લોકશાસન, મતાધિકાર, ચૂંટણી, બહુમત આદિ શબ્દો દ્વારા ડેમોક્રેસી પદ્ધતિ ચાલુ કરી. એનો પ્રાથમિક પ્રચાર દેખાવ પુરતો એ લોકોએ પોતાના દેશોમાં પણ કર્યો અને પછી વકીલ વગેરે આધુનિક શિક્ષણ અને આદર્શોને પસંદ કરનારા ભારતીય લોકોને પ્રતિષ્ઠિત બનાવી એમના દ્વારા આ પદ્ધતિનો પ્રચાર કરાવ્યો.
૭. ભારતમાં વાલીપણાની સંસ્કૃતિનું મૂળ, વિશ્વ વત્સલ વિશ્વકલ્યાણકર મહાપુરુષોએ પ્રજા ઉત્તમ રીતે જીવન જીવી શકે એ ઉદેશથી સ્થાપિત કરેલી ચાર પુરુષાર્થમય સંસ્કૃતિમાં હતું. આ સંસ્કૃતિ પ્રજાના જીવનમાં રૂઢ બની ગઈ હતી અને એના આધારે જવાબદાર વર્ગને પ્રજાના હિતની જવાબદારી બંધારણીય અને સત્તાની મર્યાદાના રૂપમાં સોંપવામાં આવી હતી. અર્થાત મૂળભૂત તીર્થકરાદિ મહાવાલીઓથી નાના મોટા વાલીઓની પરંપરા ચાલુ થઈ. બાળકોના સંરક્ષણની જેટલી જવાબદારી માતાપિતાને સ્વાભાવિક છે. એટલી જ વાલીઓની પરંપરામાં પ્રજાના હિતની જવાબદારી સ્વાભાવિક હતી.
એક અત્યંત વિચારણીય પ્રશ્ન એ છે કે લોકો અરજી કરે અથવા બહુમતીથી ઠરાવ કરીને મોકલે ત્યારે એમનું માનેલું હિતકારી કાર્ય કરવું ઠીક છે? કે દીર્ઘદ્રષ્ટિથી વિચાર કરી ભાવિ હિત ખ્યાલ રાખી પ્રજાને ઉત્તમ માર્ગદર્શન આપવું ઉચિત છે.' આ બેમાંથી કઈ પદ્ધતિ સારી? વિચાર કરશે તો બીજી પદ્ધતિ ઉત્તમ તરીકે સર્વ કોઈને માન્ય થશે.