________________
સખેશ્વર તીર્થના લેખ.
(૭-). આ નવ લેખે સંખેશ્વર તીર્થમાંથી મળી આવ્યા છે.
એમને પ્રથમ લેબ, સંખેશ્વર પાર્શ્વનાથની જે મુખ્ય મૂર્તિ છે તેની આજુબાજુ બે કાયોત્સર્ગસ્થ પ્રતિમાઓ (કાઉસગિઆઓ) છે તેમના નીચે કોતરેલે છે.
અમદાવાદ નિવાસી, સા. જાનમાલના પુત્ર પુણ્યપાલે સં. ૧૬૬૬ માં, આ પરિકર કરાવી વિજ્યદેવસૂરિના હાથે તેની પ્રતિષ્ઠા કરાવી હતી.
આ પછીના ત્રણ લેખો, આજુબાજુની દેવકુલિકાઓમાં આવેલી પ્રતિમાઓ ઉપરથી મળી આવ્યા છે. હકીકત સ્પષ્ટ જ છે. નં. ૫૦૧ થી ૪ સુધીના લેખો, એ જ સંખેશ્વર ગામમાં જૂના મંદિરનાં જે ખંડેરો છે તેમાંથી મળી આવ્યા છે. હાલમાં જે મંદિર છે તે ૧૮ મા કે ૧૯ મા
७४४
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org