________________
સધર તીર્થના લેખો નં. ૪,પ૦પ ( ૩ ૩૫ )
અવેલેકન. ચિંકામાં બંધાવેલું છે. એની પહેલાં, આ લેખોવાળું જ જુનું મંદિર હતું. આ જુનું મંદિર પણ આ લેખે ઉપરથી જણાય છે તેમ ૧૭ મા સિકામાં અંધાવવામાં આવ્યું હતું. વિનચકરીતિ શાઠ્ય માં જણાવેલું છે કે વિજયસેનસૂરિના ઉપદેશથી સંખેશ્રવર પાર્શ્વનાથનું નવું મંદિર બંધાવવામાં આવ્યું હતું. તે નવું મંદિર આજ ખંડેરેવાળું છે. આ મંદિર અવરંગજેબના જુલ્મી રાજ્યમાં નષ્ટ કરવામાં આવ્યું હોય તેમ જણાય છે અને પછીથી ફરી અત્યારે જે વિદ્યમાન છે તે મંદિર બંધાવવામાં આવ્યું છે. જે ખંડેરોમાંથી આ જ લેખો લેવામાં આવ્યા છે તે ખડે
માં મૂલમંદિરનું તે અસ્તિત્વ જ નથી. તે તે જડા મૂળથી ઉખેડી નાંખવામાં આવ્યું હોય તેમ જણાય છે. પરંતુ તેની આજુબાજુની દેવકુલિકાઓ વિગેરેના ખંડેરો હજી જેવી તેવી હાલતમાં ઉભાં છે. એ દેવકુલિકાઓના દરેક દ્વાર ઉપર તેના બંધાવનારનાં નામે કોતરેલાં છે અને તેમાંના જ આ જ લેખો મુખ્ય છે.
વિજ્યસેનસૂરિના ઉપદેશથી જ્યારે આ મંદિર નવીનજ તૈયાર કરવામાં આવ્યું હતું તે તે પહેલાં એ મંદિર કે તીર્થની સ્થાપના ક્યાં હતી તે કાંઈ જણાયું નથી. કેટલાક લેકે, સંખેશ્વર ગામની બહાર
ટેક છેટે એક દટાઈ ગએલા મકાન જે જણાને માટીને ઢગ જણાય છે, તેને જ અસલનું મૂલ મંદિર બતાવે છે. કદાચિત એ હકીકત સાચી પણ હેઈ શકે. કારણ કે મુસલમાન સમયમાં આવી રીતે વારંવાર મંદિરની ભાંગફેડ થતી હતી અને તેના લીધે વારંવાર જગ્યાઓમાં ફેરફાર થતો હતો. એ કારણને લઈને ગામમાં જે જૂના મંદિરનાં ખંડેરે ઉભાં છે તેની પહેલાંનું જૂનું મંદિર જે લકેના કહેવા પ્રમાણે ગામ બહાર હોય તો તેમાં અસંભવ જેવું નથી.
૫૦પ નંબરને લેખ મારવાડી ભાષામાં લખાએલે છે. સંવત્ ૧૮૬૮ માં જયપુર (મારવાડ)ના સહ ઉત્તમચંદ વાલ: પ હજાર રૂપીઆ એ મંદિરનો જીર્ણો દ્વાર અર્થે રાધનપુરવાળા જીવણદાસ ગોડદાસની મારફત આપ્યા હતા. તે રૂપીઆમાંથી જે જે સમાર કામ વિગેરે કરાવવામાં આવ્યું હતું તેની નોંધ આ લેખમાં આપેલી છે.
૭૪૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org