________________
ગામના લેખા. ન. ૩૩૭ ]
(૨૨૬)
અવલાકન,
અહીંથી પછી મેવાડના રાજવશની નામાવલી આપવામાં આવી છે. તેમાં પ્રથમ જણાવ્યું છે કે, શ્રીમેદપાટ ( મેવાડ ) દેશમાં, સૂર્યવ’શીય મહારાજા શિલાદિત્યના વશમાં પૂર્વે ગૃહિદત્ત, રાઉલ, ખપ્પ અને ખુમ્માણ નામના મ્હાટા રાજાએ થઇ ગયા. તેમના વશમાં પાછળથી રાણા હમીર, ખેતસીહ, લમસીહ અને મેકલ થયા. મેકલ પછી રાણા કુંભકર્ણ થયા અને તેના પુત્ર રાયમલ્લ થયા. આ રાયમલ તે વખતે રાજ્ય કરતા હતા અને પુત્ર પૃથ્વીરાજ યુવરાજ પદ ભેગ વતા હતા.
આના પછી લખવામાં આવ્યુ છે કે—ઉકેશવશ ( એસવાલ જ્ઞાતિ ) ના ભડારી ગાત્રવાળા, રાઉલ લાખણના પુત્ર મ`ત્રી હૃદાના વશમાં થએલા મયૂર નામના સેને સાલ નામે પુત્ર થયે. તેને સીહા અને સમદા નામના બે પુત્રો થયા. તેમણે, ઉપર જણાવેલા યુવરાજ . પૃથ્વીરાજની આજ્ઞાથી કર્મસી, ધારા, લાખા આદિ પોતાના કૌટુમિક મએની સાથે, નંદકુલવતી પુરી ( નાડલાઇ) માં, સંવત્ ૯૬૪ ની સાલમાં યશભદ્ર સૂરિએ મત્રશક્તિદ્વારા લાવેલી અને પાછળથી, મ. સાયરે કરાવેલા દેવકુલિકાઆદિના ઉદ્ધારના લીધે તેના જ નામે પ્રસિદ્ધિ પામેલી · સાયરવસતિ ' માં, આઢિનાથ તીર્થંકરની પ્રતિમા સ્થાપન કરી. તેની પ્રતિષ્ઠા, ઉપર જણાવેલા શાંતિસૂરિના શિષ્ય ઇશ્વરસૂરિએ કે જેમનુ` બીજી' નામ દેવસુંદર પણ હતું---કરી.
<
છેવટે જણાવ્યું છે કે—આ લઘુ પ્રશસ્તિ પણ એ ઇશ્વરસૂરિએજ લખી છે અને સૂત્રધાર સામાએ કેતરી છે.
આ લેખમાં જણાવેલા ષડેરકગચ્છના આચાય યશોભદ્રસૂરિના સબધમાં વિશેષ જાણવાની જિજ્ઞાસાવાળાએ વિજયધર્મસૂરિના નામે પ્રસિદ્ધ થએલ ઐતિહાસિક રાસસ'ગ્રહ ' ભાગ ૨ જો, જોવા.
C
"
(૩૩૭)
આ લેખ, એજ મદિરમાં મૂલ-નાયક તરીકે વિરાજિત આદિનાથની પ્રતિમા ઉપર લખેલા છે. મિતિ, સ૦ ૧૬૭૪ ના માઘ વિદ ૧, ગુરૂવાર,
Jain Education International
૬૩૬
For Private & Personal Use Only
www.jainelibrary.org