________________ રાધનપુરનો શિલાલેખ નં. 40 ] ( 331 ) અવસાન. રહેલાના ઉલ્લેખો વારંવાર ઉકત ગ્રંથોમાંથી મળી આવે છે. એ ઉપરથી જણાય છે કે તે વખતે એ સ્થળ ઘણુંજ પ્રસિદ્ધ અને સમૃદ્ધ શ્રાવકેથી ભરેલું હશે. આજે તે ત્યાં ફકત પ–૨૫ ઝુંપડાઓ જ દષ્ટિગોચર થાય છે. જૂના મંદિરનાં ખંડેરે ગામ બહાર ઉભાં દેખાય છે. વર્તમાનમાં જે મંદિર છે તે ભરૂચ નિવાસી ગૃહસ્થોએ હાલમાં જ નવું બંધાવ્યું છે. એ સ્થળે, ફક્ત એ મંદિરના ખંડેર શિવાય બીજું કાંઈ પણ જૂનું મકાન વિગેરે પણ જણાતું નથી. અઢીસે ત્રણસો વર્ષ પહેલાં જે સ્થળ આટલું બધું ભરભરાટવાળું હતું તેનું આજે સર્વથા નામ નિશાન પણ દેખાતું નથી તેનું કોઈ કારણ સમજાતું નથી. ત્યાંના લોકોને પૂછતાં અમને કહેવામાં આવ્યું કે એક વખતે એ ગામ ઉપર દરિયે ફરી વળ્યું હતું અને તેના લીધે આખું શહેર સમુદ્રમાં તણાઈ ગયું હતું. પરંતુ આ લેખેવાળી જિનપ્રતિમાઓ અને મંદિર કેમ બચવા પામ્યું અને બાકીનું શહેર કેમ સંપૂર્ણ નષ્ટ થઈ ગયું તેનું સમાધાન કાંઈ અમને અદાપિ થઈ શક્યું નથી. શેાધકેએ આ બાબતમાં વિશેષ શોધ કરવાની જરૂરત છે. ( 10 )