SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ સાધુસંસ્થા અને તીર્થસ સ્થા १७ તે જીવનશુદ્ધિ જ નક્કી કરવામાં આવેલું છે. જીવનને શુદ્ધ કરવું એટલે તેનાં બંધનો, તેનાં મળે, તેના વિક્ષેપ અને તેની સંકુચિતતાઓ ટાળવી. ભગવાને પોતાના જીવન મારફત સમજદારને એવો પદાર્થપાઠ શીખવ્યો છે કે જ્યાં સુધી પોતે પિતાનું જીવન અંતર્મુખ થઈ તપાસી ન લે, શોધી ન લે, પોતે વિચાર અને વર્તનમાં સ્થિર ન થાય, પિતે પોતાના ધ્યેયપરત્વે સ્પષ્ટ ભાન ન કરે ત્યાં સુધી તે બીજાને શી રીતે દોરી શકે ? ખાસ કરી આધ્યાત્મિક જીવન જેવી મહત્ત્વની બાબતમાં જે કાઈની દોરવણી કરવાની હોય તે તે પહેલાં, એટલે કે બીજાના ઉપદેશક અથવા ગુરુ થયા પહેલાં, પોતાની જાતને એ બાબતમાં ખૂબ તૈયાર કરી લેવી જોઈએ. એ તૈયારીને સમય એ જ સાધનાને સમય. આવી સાધના માટે એકાંત જગ્યા, નેહીઓ અને બીજા લેકેથી અલગપણું, કોઈપણ સામાજિક કે બીજી ખટપટમાં માથું ન મારવાપણું, અમુક પ્રકારના ખાનપાનના અને રહેણીકહેણીના નિયમે એ બધું યોજાયેલું હતું. જેમ કેાઈ ખરા વિદ્યાર્થીને પોતાના ઉંડા અભ્યાસની સિદ્ધિ માટે ખાસ સ્થાનની, એકાંતની, કુટુંબ અને સગા સંબંધીઓના ત્યાગની, અને બીજી કેટલીક સગવડની જરૂર રહે છે, તેમ આધ્યાત્મિક જીવનની સાધનાના વિદ્યાર્થી જેન સાધુને માટે પણ છે. પરંતુ જેમ આજે ઉંમર થયા, પહેલાં અને બાપ કે મા બનવાની જવાબદારી સમજ્યા પહેલાં, છોકરાઓ અને કન્યાઓ બાપ કે મા બની જાય છે, તેમ સાધુસંસ્થામાં પણ બનવા લાગ્યું. પોતાના જીવનની ઉંડી વિચારણા કર્યા વિના કે, પાકી સ્થિરતા આણ્યા વિના જ મોટે ભાગે સાધુ વર્ગ ઉપદેશકના કામમાં પડી ગયો. એનું પરિણુંમ સમાજની દૃષ્ટિએ ગમે તે આવ્યું હોય, પણ એકંદર રીતે એથી સાધુસંસ્થાને તે નુકસાન જ થયું છે. જે સગવડ અને જે નિવૃત્તિનાં વિધાને જીવનની સાધના માટે કરવામાં આવ્યાં હતાં એ સાધના ઉડી જતાં કે ખસી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249638
Book TitleSadhu Sanstha ane Tirth Sanstha
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Bechardas Doshi
PublisherZ_Paryushan_Parva_na_Vyakhyano_004696_HR.pdf
Publication Year
Total Pages24
LanguageGujarati
ClassificationArticle & 0_not_categorized
File Size956 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy