________________ 170 પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને. અસ્પૃશ્ય, શૌચ, અશાચ એવા ભેદ પાડી માનવ સમાજમાં બંધુતાને બદલે વાડા પાડી સ્વાર્થી વૃત્તિ વધારવામાં સહાયભૂત થતો હોય તે ધર્મ નથી પણ ધર્મને ઢગ માત્ર છે. આ સર્વ દૃષ્ટિથી વિચાર કરી માનવસમાજની વર્તમાન અભિલાષાઓ અને જરૂરિયાતે લક્ષમાં રાખી નવી વિશાળ દૃષ્ટિથી ધર્મ અને ધર્મસંસ્થાઓની યોજના થવાની સત્વરે જરુર છે. એ ફરજ ધર્માચાર્યની ખાસ કરીને છે. એ ફરજમાંથી તેઓ ચૂકશે અગર જીર્ણ અને નિરુપયોગી થઈ ગયેલા બાહ્યાચારને પ્રાધાન્ય આપી ધર્મના વાસ્તવિક સ્વરૂપ અથવા ખરી આધ્યાત્મિકતા પ્રત્યે દુર્લક્ષ રાખશે તો નજદીકના ભવિષ્યમાં એ ધર્મો, ધર્માચાર્યો અને ધર્મસંસ્થાઓ નષ્ટપ્રાય થશે અને ઈતિહાસના પૃષ્ઠ ઉપરથી તે વિલુપ્ત થશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org