________________ 180 ] શ્રી જી. અ. જૈન ગ્રન્થમાળ એક માત્ર મુક્તિમાર્ગની જ ઉપાસના કરે છે. જેમાં પરમપદ પામ્યા છે, પામશે અને પામે છે, તે બધા બાધિ પામીને જ તે પામી શકે છે, માટે બેધિની જ ઉપાસના કરે. મોક્ષનો એક જ માર્ગ મોક્ષના માર્ગ બે નથી. જે જે પુરુષે મોક્ષરૂપ પરમ શાંતિને ભૂતકાળે પામ્યા, તે તે સઘળાં પુરુષો એક જ માર્ગથી પામ્યા છે, વર્તમાનકાળે પણ તેથી જ પામે છે અને ભવિષ્યકાળે પણ તેથી જ પામશે. તે માર્ગમાં મતભેદ નથી, અસરળતા નથી, ભેદભેદ નથી, માન્યામાન્ય નથી. તે સરળ માર્ગ છે, તે સમાધિમાર્ગ છે તથા તે સ્થિર માર્ગ છે અને સ્વાભાવિક શાંતિસ્વરુપ છે. સર્વ કાળે તે માર્ગનું હેવાપણું છે. એ માર્ગના મર્મને પામ્યા વિના કઈ ભૂતકાળ મોક્ષ પામ્યા નથી, વર્તમાનકાળે પામતાં નથી, અને ભવિષ્યકાળે પામશે નહિ. શ્રી ભગવાન જિને સહસ્ત્રગમે ક્રિયાઓ અને સહસ્ત્રગમે ઉપદેશે એ એક જ માર્ગ પામવા માટે કહ્યાં છે, તે માર્ગને અર્થે તે ક્રિયાઓ અને ઉપદેશે ગ્રહણ થાય તે સફળ છે અને એ ભાગને ભૂલી જઈ તે ક્રિયાઓ અને ઉપદેશ ગ્રહણ થાય તે સૌ નિષ્ફળ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org