________________ 182] શ્રી છ. અ. જૈન ગ્રન્થમાળા જાણી પિકાર કરીને કહું છું કે-આ લોક અને પરલોકમાં સમભાવથી બીજી કેઈ સુખની ખાણ નથી. જ્યારે ઉપસર્ગો આવી પડે છે અને મૃત્યુ સામે ઊભું હોય છે, ત્યારે તે કાળને ઉચિત સમભાવથી બીજું કાંઈ પણ ઉપયોગી નથી. રાગદ્વેષાદિ શત્રુઓનો નાશ કરનાર સમભાવરૂપ સામ્રાજ્યની લક્ષમી ભેગવીને પ્રાણીઓ શુભ ગતિને પ્રાપ્ત કરે છે, તેથી જે આ મનુષ્યજન્મ સફળ કર હોય તે અમર્યાદ સુખથી પૂર્ણ સમભાવને પ્રાપ્ત કરવામાં જરા પણ પ્રમાદન કરવો જોઈએ. દેવ અને પુરૂષાર્થની સાપેક્ષતા એકલા દૈવથી જ કે એકલા પુરૂષાકારથી થતાં કાર્યનું નિષ્પન્ન થવું અશક્ય છે. જે એકલું કર્મ જ પુરૂષાકારથી સાધ્ય કાર્યની પણ નિષ્પત્તિ કરી શકતું હોય, તે દાનાદિમાં ભાવ માત્રના ભેદે કરીને જ ફલને ભેદ પ્રાપ્ત થાય છે તે સિદ્ધ થાય નહિ. માટે કર્મથી પુરૂષાકાર અને પુરુષાકારથી કર્મ–બન્ને અન્ય આશ્રિત છે. એકની પ્રબળતા વખતે બીજાની ગૌણુતા અને બીજાની પ્રબળતા વખતે પહેલાની ગૌણતા થાય છે. ચરમ-છેલ્લા પુદ્ગલપરાવર્ત કાળને વિષે પુરૂષાકારની પ્રબળતા અને કર્મની નિર્બળતા હોય છે, જ્યારે એ સિવાયના-અચરમાવર્તિમાં કર્મની પ્રબળતા અને પુરૂષાકારની નિર્બળતા હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org