________________
પારમાર્થિક લેખસંગ્રહ
[૧૮૧
સમભાવપ્રાપ્ત જીવની દશા પ્રિય અને અપ્રિય એવા ચેતન-અચેતન પદાર્થમાં જેનું મન મોહ પામતું નથી, તે સમભાવને પ્રાપ્ત થયેલો છે એમ જાણવું. કેઈ પોતાના હાથવતી શીર્ષચન્દનનું વિલેપન કરે કે કઈ વાંસલાથી છેદન કરે, તે પણ બન્નેમાં સમાનવૃત્તિ હોય ત્યારે સર્વોત્તમ સમભાવ પ્રાપ્ત હોય છે. કેઈ પ્રસન્ન થઈને સ્તુતિ કરે કે કઈ ગુસ્સે થઈને અપમાન કરે, તો પણ જેનું ચિત્ત તે બન્નેમાં સરખું વતે છે, તે સમભાવમાં મગ્ન છે. પ્રયત્નથી થતા અને ક્લેશજનક એવા રાગાદિની ઉપાસના શા માટે કરવી? તેને બદલે વગર પ્રયત્ન મળી શકે એવા અનેક ખાવાગ્ય, ચાટવાયેગ્ય, ચૂસવાયોગ્ય અને પીવાયેગ્ય-એમ ચાર પ્રકારના સુખ આપનારા મનહર પદાર્થોમાં સમભાવને આશ્રય કરે રોગ્ય છે. ખાવાગ્ય, ચાટવાયોગ્ય અને ચૂસવાગ્ય પદાર્થોથી વિમુખ ચિત્તવાળા ગીઓ પણ સમભાવરૂપ અમૃત વારંવાર પીવે છે. આમાં કાંઈ ગુપ્ત નથી તેમ કઈ ગુપ્ત રહસ્ય નથી, પરંતુ અન્ન અને બુદ્ધિમાનેને માટે એક જ ભવ્યાધિને શમન કરનારું સમભાવરૂપ ઔષધ છે. જેનાથી પાપીઓ પણ ક્ષણમાત્રમાં શાશ્વત પદ પામી શકે છે, તે આ સમભાવને પરમ પ્રભાવ છે. જે સમભાવ પ્રાપ્ત થતાં રત્નત્રય સફળ થાય છે અને જેના વિના નિષ્ફળતા પામે છે, તે મહાપ્રભાવયુક્ત સમભાવને નમસ્કાર કરું છું. હું (ભગવાન શ્રી હેમચંદ્રસૂરિજી) સર્વ શાસ્ત્રના રહસ્યને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org