SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ પારમાર્થિક લેખસંગ્રહ [ ૧૬૦ જન્માવડે પણ અત્યંત દુર્લભ છે. સંસારમાં બધાય અવસ્થ છે શરીર અને આત્માની અભેદ વાસનાથી વાસિત જ હોય છે. ભેદજ્ઞાની કેઈક જ હોય છે. સમયપ્રાભૂતમાં કહ્યું છે કે___ “सदपरिचिदाणुभूता सव्वस्स वि कामभोगबंधकहा । एगन्तसुलभो णवरि ण सुलभो विभत्तस्स ।।" સર્વ જીવોને પણ કામ ગાદિ બન્ધની કથા સાંભળવામાં આવી છે, પરિચયમાં આવી છે અને અનુભવમાં આવેલી છે તેથી સુલભ છે, પરંતુ વિભક્ત-શરીરાદિથી ભિન્ન એવા આત્માની એક્તા સાંભળવામાં આવી નથી, પરિચયમાં આવી નથી અને અનુભવમાં આવી નથી તેથી સુલભ નથી.” સમ્યગ્દષ્ટિને આવું ભેદજ્ઞાન હોય છે. તેને સંસાર તરફને તીવ્ર આસક્તિભાવ ઓછો થઈ ગયેલ હોય છે, તે પૂર્વના અશુભ કર્મના ઉદયથી કદાચ પાકિયામાં પ્રવર્તે તે પણ પશ્ચાત્તાપપૂર્ણ હૃદયે પ્રવર્તે છે અને આત્માને હિતકારી પ્રવૃત્તિમાં ઉલ્લાસપૂર્ણ હૃદયે પ્રવર્તે છે. તેના ગુણેના સ્વરૂપભેદને અવિરતિસમ્યગ્દષ્ટિ ગુણસ્થાન કહે છે. નીચેના ગુણસ્થાનની અપેક્ષાએ અહીં અનંતગુણહીનવિશુદ્ધિ હોય છે. પાંચમું દેશવિરતિ ગુણસ્થાન-જે સમ્યગદષ્ટિ આત્મા સર્વવિરતિની ઈચ્છા છતાં પણ પ્રત્યાખ્યાનાવરણ કષાયના ઉદયથી હિંસાદિ પાપવાની ક્રિયાઓનો સર્વથા ત્યાગ કરી શક્તા નથી, પરંતુ દેશથી--અંશતઃ ત્યાગ કરી શકે છે, તે દેશવિરતિ’ કહેવાય છે. તેમાં કેઈએક વ્રતવિષયક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249591
Book TitleChaturtha Avirti Samyagdrushti ane Pancham Deshvirti Gunsthan
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherZ_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf
Publication Year
Total Pages5
LanguageGujarati
ClassificationArticle & 0_not_categorized
File Size574 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy