________________ 166]. શ્રી છે. અ. જૈન ગ્રન્થમાલા તથા વૃદ્ધિને કમ પણ એ રીતે જ છે. શ્રદ્ધાની વૃદ્ધિથી મેધાની વૃદ્ધિ, મેધાની વૃદ્ધિથી ધૃતિની વૃદ્ધિ, ધૃતિની વૃદ્ધિથી ધારણાની વૃદ્ધિ અને ધારણાની વૃદ્ધિથી અનુપ્રેક્ષાની વૃદ્ધિ થાય છે. આત્માની સ્વતંત્રતા દરેક જીવ પિતાના કર્મવડે પિતાની કાર્ય કરવાની શક્તિ ઉત્પન્ન કરે છે, તેમજ પોતાની અમુક શરીરમાં, દેશમાં, કાળમાં કે ભાવમાં રહેવાની મર્યાદા પણ પિતે જ બાંધે છે; છતાં આ મર્યાદાને વધારવા કે શક્તિઓને ખીલવવા તે કેવળ સ્વતંત્ર છે. આ મર્યાદા અને શક્તિને સંકુચિત પણ એ જ જીવ કરી શકે છે. કર્મને જે બંધન મનુષ્યને નડે છે તે તેણે પોતે જ બાંધેલાં છે. એ બંધનેને મજબુત કરવાં કે ઢીલાં કરવાં અથવા તોડવા એ તેના જ હાથમાં છે. કુંભાર જેમ માટી લઈને તેમાંથી નવા નવા ઘાટ ઘડે છે, તેમ જીવ પણ કર્મઠારા-પરિણામે કરી નવા નવા કર્મને સંગ્રહ કરે છે અને ઘાટ ઘડે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org