________________
૮૦
જેનવિભાગ એવી હતી કે શ્રેણીક રાજા થવાને મથે છે માટે તેને અહીં જ રાખવો. શ્રેણીકને આ વાતની ખબર નહોતી એટલે અભિમાની એકને ઘણું ખોટું લાગ્યું અને પિતે પિતાનું ભંભા નામનું કીંમતી વાત્ર લઈ ત્યાંથી છાને માનો ચાલી નીકળ્યો. રસ્તામાં પિતાનું ક્ષાત્ર તેજ પ્રકાશતો તે રાજવી ત્યાંથી બેનાતીમાં ગયો અને ત્યાં એક વણિકની દુકાને જઈ પિતાનો ઉતારો કર્યો. તે ઉદાર દિલના વાણીઆએ અમુક નિમિત્તથી તેનું ભાગ્ય તપાસી પિતાને ઘેર ઉતારો આપ્યો અને તેને પોતાની કુંવરી પણ પરણાવી. હવે પોતે ત્યાં પિતાના ભાગ્યની પરિસીમાના બળથી એક રાજવી તરીકે સુખ ભોગવવા લાગ્યો.
હવે આ બાજુ તેના પિતાએ પણ શ્રેણીકની ઘણી તપાસ કરાવી. પહેલાં તે તેને પત્તો ન લાગ્યો. વૃદ્ધ પિતાને પિતાની ભુલ ઉપર ઘણો પસ્તાવો થયો. અને તપાસ કરતાં માલુમ પડ્યું કે શ્રેણીક ત્યાં બેનાતામાં મજા ઉઠાવે છે. પછી પુત્રવત્સલ પિતાએ તેને એક માણસ દ્વારા એક ગુહ્ય કથી ખબર આપી અને તેમાં પોતે અંતમાં જણાવ્યું કે હવે હું છેલ્લી ઘડી તારું મુખ જોઉં કે જેથી મારા આત્માને શાંતિ મળે. પિતાપ્રેમી પુત્રને આ વાંચી ઘણું દુઃખ થયું અને પિતાની ભુલ પિતે જાણું ઘણો પસ્તાવો કર્યો, અને તે જ સમયે પિતાની સ્ત્રી જેને ગર્ભ રહ્યો હતો તેને પોતાના સસરાના આશ્રયે મુકી તેની સપ્રેમ રજા લઈ પિતાના વતન તરફ રવાના થઈ ગયા.
ત્યાંથી મજલ દર મજલ કરતો જલ્દી તે પિતાના પિતા પાસે ગયો. જ્યારે તે તેના પિતાને મળ્યો તે વખતે તેને પિતા અંતિમ સ્થિતિએ હતો-મરવાની અણી પર હતો. તેણે પિતાના પુત્રનું મુખ જોઈ રાજી થઈ પિતાનું સમગ્ર રાજ્ય શ્રેણીકને આપ્યું અને સાથે સાથે કહ્યું કે તારા વડીલ ભાઈઓને પણ યોગ્ય સન્માનપૂર્વક સાચવજે. આવી ભલામણ કરી પુત્રને ચુંબી સ્નેહાળ પિતા સ્વર્ગે સિધાવ્યો.
શ્રેણીકને કંઇક આશ્ચર્ય તો થયું કે હું તે એમ સમજતો હતો કે પિતાને મારા ઉપર પ્રેમ નથી અને મને તે રાજ્ય આપ્યું. પરંતુ તેને પછી માલુમ પડ્યું કે પોતેજ સમાજવામાં ભૂલ કરી હતી. પિતાને પોતાની ભૂલ અને પિતાના શાક માટે ઘણું ખોટું લાગ્યું અને અમુક દિવસ સુધી તો પોતે ઘરબહાર પણ ન નીકળ્યો. પછી મંત્રીઓએ ખુબ સમજાવી તેને રાજકારભાર સંપ્યો. શ્રેણીકે પિતાના હાથમાં રાજકારભાર લઈ તેની બરાબર સંભાળ લીધી અને આખા રાજને સંતેષ પમાડ્યા પછી પોતે વિજયયાત્રા કરવા નીકળ્યો.
તેણે પિતાએ જીતેલા દેશો ઉપરાંત બીજા પણ કેટલાએક રાજાઓને જીત્યા હતા. પરંતુ તે વખતના સુપ્રસિદ્ધ મહારાજા ચેટક તેની આજ્ઞા નહોતો માનતો. બે રાજાએ અડગ, બળવાન, અને ધૈર્યમાં એક સરખા હતા એટલે બેમાંથી કોઈ એક બીજાની આજ્ઞા નહેતો માનતો, તે પણ એ બને મિત્ર તરીકે રહેતા હતા. આ સંબંધ શ્રેણીક સુધી જ ચાલ્યો હતો.
મહારાજા શ્રેણી જેમ સારો યો હતો તેમ પંડિત ઉપર પણ તેને સારો પ્રેમ હતો. તે પંડિતેને બહુ સારું માન આપતે અને પોતાના મંત્રી તરીકે વિદ્વાન અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org