SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮ જૈવિભાગ ટ્રાઇક નવું દૈવી ખળ આવ્યું હોય તેમ લહપંચાનનના કાનમાં પોતાના ખેસ ભરાવી હાથીને આગળ ધપાવ્યા. કુમારપાળનું શૌય, તેની ધીરતા અને વીરતાની ખરેખરી કસેટી આ વખતે હતી. તેને જગતને બતાવવું હતું કે ગુજરાતની ગાદીએ તેા વીર પુરુષ જ આવ્યા છે. સારા યુદ્ધવિશારદને છાજે તેવી રીતે તેણે શૌયથી પોતાના કલહુપ`ચાનનને અણ્ણરાજની સામે ધપાવી શિકાર બરાબર સામેા આવ્યા જોઇ, લાગ શેાધી વીર પુરુષની માફક હાથી ઉપરથી કુદકા મારી અણ્ણરાજની અંબાડીમાં જઇ તેને હા પાડી કેદ કરી લીધા. ગુજરાતના સૈનિકા ભૂલ્યા. તેમણે જોયું કે ગુજરાતનું નાક કુમારપાળે અખંડ રાખ્યું છે; પછી તા સૈનિકોએ કુમારપાળનું અનુકરણ કર્યું અને તેની મદે જઇ પહેાંચ્યા. અર્ણોરાજનું સૈન્ય ઉભી પૂંછડીએ નાડું. માળવાના રાજા પણ આ ખબર સાંભળી પાબારા ગણી ગયા અને કુમારપાળની વીરતાનાં યશાગાન ચાતરફ ફેલાયાં. ત્યાંથી પાછા વળતાં વિક્રમસિંહને કેદ કરી તે પાટણુ આવ્યા. ગુજરાતને નરેશ વિજયયાત્રા કરી વિજયલક્ષ્મી મેળવી પાછા આવ્યા. ગુજરાતે, પાટણની યુવતિઓએ તેને ઉઘાડે મુખડે ફૂલ અને ચેાખાથી વધાવ્યા અને તેનાં યશેાગાન ગાયાં. હજી તે। વિજયયાત્રાનાં યશેગાન ગવાતાં હતાં ત્યાં તેા કાકણના મલ્લિકાર્જુનનું ‘‘ રાજ્યપિતામહ ” બીરૂદ કુમારપાલને ખુંચ્યું. તે વૃદ્ધ રાજવીને થાક ઉતારવાની જરૂર હતી છતાં તેનું વીર ક્ષત્રીય લેાહી ઉછળી આવ્યું. તેણે તે જ વખતે યુદ્ધવિશારદ વાહડ-વાગ્ભટને સૈન્ય આપી મલ્લિકાર્જુન ઉપર મેાકલ્યા પરંતુ પહેલી વાર તેા વાડડના પરાજય થયા. તે ચતુર સેનાપતિએ કાળા તંબુ સહિત પાછાં આવી પાટણ બહાર પડાવ નાખ્યા. કુમારપાલે ગામ બહાર કાળા તબુ દ્વેષ તપાસ કરાવી તા તેને માલુમ પડયું કે વાગ્ભટ પરાજય પામી પાછે આવ્યા છે, એટલે તરત જ કુમારપાલ તેની પાસે ગયા અને પુષ્કળ સૈન્ય આપી પાછા મલ્લિકાર્જુન સામે મેકક્ષેા. વાગ્ભટ ખીજી વાર સાવચેતીપૂર્વક જઇ વ્યૂહ રચી તેની સામે યુદ્ધના મેરચા માંડયા. આ ખીજી વારના યુદ્ધમાં વાડ વિજયી થયા. તેણે તે યુદ્ધમાં “ રાજપિતામહ ” મલ્લિકાજુ નને મારી નાખી તેની વિજયલક્ષ્મીને વર્યાં. સાથે તેણે મલ્લિકાર્જુનની જે રાજલક્ષ્મી મેળવી તેમાં નીચેનાં મુખ્ય હતાં. ‘શૃંગારર્કેટી નામની સાડી, માણિક્ય નામનું વસ્ત્ર, પાપક્ષય હાર અને વિષાપહાર છીપ. એ સિવાય ૧૪ ભાર સેાનાના ૩૨ કુંભ-ચરૂ, હું મુંડા મેાતિ, ૧૪ હજાર વાસણુ, ચતુર્દંત હાથી અને સૈદુક નામના શ્વેત હાથી વગેરે ઘણી ચીજો સાથે લઈ વિજયયાત્રા કરી તે પાટણ પાછે! આવ્યું. ગુજરાતના નરેશે તેને બહુ માનપૂર્વક પુરપ્રવેશ કરાવ્યા. તેણે સભામાં જઇ કુમારપાલ સન્મુખ મલ્લિકાર્જુનનું માથું ધર્યું અને બધી રાજલક્ષ્મી સભામાં હાજર કરી. કુમારપાલે તેને ધન્યવાદ આપી મલ્લિકાર્જુનનું “ રાજપિતામહ ” ખીરૂદ વાગ્ભટને આપી ખીજાં પણું સારૂં ઇનામ આપ્યું, << કરોડ સેાનૈયા, ૨૦૦ આ સિવાય સૌવીર, સૌરાષ્ટ્ર, સપાદલક્ષ, તૈલ’ગ, ક્રાણુ આદિ દેશામાં વિજયયાત્રા કરી કુમારપાલ પાછા આવ્યા. ગુજરાતની સમસ્ત પ્રજાએ, તેની યુવતિએએ આ પેાતાના પરનારીસહેાદર વિજેતા રાજવીને ઉધાડે મુખડે દુઃખડાં લઇ ફૂલ અને ચેાખાના સ્વસ્તિકથી ૧ વાજીંત્ર અને શંખનાદ સાંભળી તે પાશ પડતા હતા એટલે તેણે તેના કાનમાં પ્રેસ ભરાવ્યેા કે જેથી તે શબ્દ સાંભળી ન શકે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249576
Book TitleJain Rajao
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherZ_Jain_Sahitya_Sambandhi_Lekhono_Sangraha_005198_HR.pdf
Publication Year
Total Pages29
LanguageGujarati
ClassificationArticle & 0_not_categorized
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy