SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનવિભાગ જસ્માઓડણ અને રાણકદેવીનાં લાગેલાં કલંક ઘાઈ નાખવા, ગુજરાતની ગાદીને જગ પ્રસિદ્ધ બનાવવા અને ચૌલુક્ય વંશને કીતિનો કળશ ચડાવવા આ પરનારીસહોદર કુમાર પાળ ગુજરાતની ગાદીએ આવ્યો. કુમારપાળ ગાદીએ આવ્યો ત્યારે આખું પાટણ કપટ અને ફાટફૂટથી ભરેલું હતું. તેણે પ્રથમ પાટને કપટની બળતી વાળામાંથી બહાર કહાડી શાંતિ અને વિશ્વાસના મંત્રે રૂપી જળ રડી રાજનીતિ રૂપી અંકુશથી બધાને સીધા કરવા પ્રયત્ન કર્યો. ગાદીએ બેઠા પછી તેણે કેવી રાજનીતિ ચલાવી તેને માટે કુમારપાલ-પ્રબંધકાર નીચે પ્રમાણે જણાવે છે “ગામ નગર દેશના રક્ષણ સારૂ યોદ્ધાઓને સંગ્રહ કર્યો. કુનીતિનો નાશ કરી સુનીતિ ફેલાવી. વતીઓ પર સમતા બતાવી. દેવળમાં મહા પૂજાઓ ચાલુ કરી. સપુરુષોને માન આપી દુર્જનને દુર કર્યા. એ રીતે રાજ્યમાં સર્વત્ર શાંતિ પ્રસરે એવા ઉપાયો લેવા માંડયા. પાલદેવીને પટ્ટરાણુની પદવી આપી અને પિતાને ઉપકાર કરનાર બીજા માણસોને બહુ માનથી બોલાવી યોગ્ય બદલ આપે.” “તેમજ ઉદાયન મંત્રીને મુખ્ય પ્રધાન નીમ્યો. તે પુરુષ સ્વામિભક્ત, ઉત્સાહી, કૃતજ્ઞ, ધાર્મિક, પવિત્ર, માયાળુ, કુલીન, શાસ્ત્રજ્ઞ, સત્યભાષિત, વિનીત, દીર્ઘદર્શી, નિર્વ્યસની, વૃદ્ધસેવક, ઉદાર, સાત્વિક, પ્રાજ્ઞ, શર અને ચપળ હતો. રાજા પ્રજા અને પિંડનું હિત તાકનાર હતો. નિસ્પૃહી અને સ્વભાવે શાંત હતું. તે બહુધા મિયા વચન કાઢે તેમ નહોતું. સર્વ ધર્મોને માન આપી પાત્રની યોગ્યતા પ્રમાણે અધિકાર આપનાર હતો. ત્રણ વેદ, વાર્તા, દંડ અને નીતિમાં તેણે સારો શ્રમ લીધેલ હતા.” તેના પુત્ર વાડ્મટને સર્વરાજ્યકારભારમાં સહાયક નીમી “આલિંગ” પ્રધાનની (મદદગાર પ્રધાન, નાયબ દિવાન) પદવી આપી અને પિતાને દુઃખી અવસ્થામાં મદદ આપનાર બધા ઉપકારી મિત્રોને સંભારી તેમને નીચે પ્રમાણે યોગ્ય બદલે આપ્યો. આલિંગ (સજજન) કુમારને ચિત્રકૂટ ( ચિતડ) ની પટ્ટીકાને સ્વામી બનાવ્યો કે જે પટ્ટિકા નીચે ૭૦૦ ગામે હતાં. કુમારપાલપ્રબંધકાર કહે છે કે હજુ પણ તેના વંશ સગરા રજપુત તરીકે ઓળખાય છે. જે ખેડુતે પૂર્વે કાંટાની વાડમાં પિતાને સંતાડી રક્ષણ કર્યું હતું તે ખેડુતને પિતાનો અંગરક્ષક કર્યો અને પિતાના દુઃખના સહચારી વોસિરી બ્રાહ્મણને (તેની માતાનું પહેલાનું મહેણું સંભારી.) લાદેશ આપો અને રસ્તામાં પિતાની ખરેખર દુઃખી અવસ્થામાં ખાવાનું આપનાર, પોતાની ગાડીમાં બેસાડનાર અને આર્થિક મદદ આપનાર ઉદાર દિલની શ્રીદેવીની પાસે રાજતિલક કરાવી તેને ધોળકા આપ્યું અને ચણ આપનાર દુકાનદારને વટપદ્ર (વડોદર) આપ્યું આવી રીતે કુમારપાલપ્રબંધકાર કહે છે કે પિતાના અનેક ઉપકાર કરનાર મિત્રને સારી પેઠે સંભારી બધાને સંતોષ્યા. આ બાજુ તે વખતના પ્રખર વિદ્વાન જૈનાચાર્ય શ્રી હેમચંદ્ર સૂરિશ્વરનું પણ તેને તે વખતે સ્મરણ થયું. તેણે પિતાના પરમ ઉપકારી, જીવનદાતા, ગુરુને પ્રેમપૂર્વક આમંત્રણ આપી તેમનું ખુબ સન્માન કરી, તેમને ચરણે આખું રાજ્ય ધરી દીધું. પરંતુ તે ૧ ઉદાયન મંત્રીને, “વ્યભિચારી, નિર્દય, કૃતન, પાપી આદિ વિશેષણો લગાડનાર મહાશય ઉપલાં વાક જોશે એમ નમ્ર વિનંતી છે.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249576
Book TitleJain Rajao
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherZ_Jain_Sahitya_Sambandhi_Lekhono_Sangraha_005198_HR.pdf
Publication Year
Total Pages29
LanguageGujarati
ClassificationArticle & 0_not_categorized
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy