________________
જનવિભાગ
સેવાથી પ્રસન્ન થઈ એક મંત્ર આપ્યું. પછી પિતે તે મંત્રને સાધી પિતાનું કાર્ય કરી વિવિધ દૃષ્ય કાંતિપુરનગર ગયે; ત્યાં તેણે ઘણા ઘણા ચમત્કાર જોયા. ત્યાંથી તે મલ્લિનાથ દેશમાં કોલંબપટ્ટન ગયો. કહે છે કે કેલંબેશ્વરને મહાલક્ષ્મીજીએ એવું સ્વમ આપ્યું હતું કે “તારા રાજ્યમાં ગુજરાતને નરેશ બાવાને વેશે આવે છે માટે તેનું સન્માન કરજે.” કોલંબેશ્વરે તેનું ખુબ સન્માન કરવા તેના નામના-છાપના સિક્કા પડાવ્યા. ત્યાંથી અનુક્રમે પેંઠ થઈ તે ઉજજયિની નગરીમાં આવ્યા. ત્યાં તેણે કુડગેશ્વર મહાદેવના મંદિરમાં પાર્શ્વનાથ પ્રભુનાં દર્શન કર્યા અને ત્યાર પછી ત્યાં તેના જેવામાં એક શિલાલેખ આવ્યું. તેમાં તેણે નીચે પ્રમાણે વાંચ્યું કે–
पुण्णेवास सहस्से सयम्मि वरिसाण नव नवइकलिए ।
होही कुमरनरिदो तुह विक्कमराय सारिच्छो ॥ અર્થ–પવિત્ર અગિયારશે નવ્વાણુ વર્ષ વીત્યા પછી, હે વિક્રમરાજ તારા જેવો કુમારપાળ રાજા થશે. કુમારપાળ આ લેખમાં પિતાનું નામ જોઈ કંઈક આશ્ચર્ય પામ્યો. તેણે એક વિદ્વાનને બોલાવી પૂછ્યું કે તેણે કહ્યું કે “પૂર્વે અહિં શ્રી સિદ્ધસેન દિવાકર નામે જૈન મતના પ્રખર પંડિત, આચાર્ય થઈ ગયા છે તેમણે સંસ્કૃત ભાષામાં કાત્રિશત ઠાત્રિશિકા (બત્રીસ બત્રીસી) રચી અને શ્રી વીતરાગદેવની સ્તુતિ કરી. તેના પ્રભાવથી કણેશ્વર મહાદેવનું લીંગ ફાટી અંદરથી શ્રી પાર્શ્વનાથ પ્રભુ નીકળ્યા. વિક્રમરાજા આ ચમત્કાર જોઈ આશ્ચર્ય પામ્યો અને તેમને ભક્ત બન્યો અને ધીમે ધીમે તે ચુસ્ત જૈન-પરમહંત થયા. તે રાજાએ દાન વડે જગતને અનુણ બનાવી પિતાના નામને સંવત્સર ચલાવ્યો. એક વખતે રાજાએ પોતાના ગુરુને પૂછયું કે મારી પછી કઈ મહાન જન રાજા થશે ત્યારે સિદ્ધસેન દિવાકરે પિતાના જ્ઞાનના બળથી જણાવ્યું કે “તારી પછી મહારાજાધિરાજ ચક્રવતી કુમારપાલ પરમાહત થશે ” અને આ ગાથા પણ તેઓશ્રીએજ કહેલી છે. વીર વિક્રમે આ ગાથા શિલાલેખમાં ટંકાવી છે કે જે ગાથા તમે અત્યારે વાંચી.” કુમારપાલ આ સાંભળી ઘણો આશ્ચર્ય પામ્યો અને સાથે સાથે આચાર્યશ્રીનું આવું અદ્દભુત જ્ઞાન જોઈ વિશેષ ખુશી થયો.
ઉજજયનિમાં તેના મિત્ર સજજન અને પિતાનું કુટુંબ મળ્યું. પિતે બધાને કુશળ સમાચાર પૂછી કુટુંબને ત્યાં રાખી પિતાના મિત્ર સિરી નામના બ્રાહ્મણ સાથે
૧ જૈનેના ત્રેવીસમા તીર્થકર.
૨ આ આચાર્યવયેની વિશેષ માહિતી માટે જૂઓ મારો “સિદ્ધસેન દિવાકર ” નામનો નિબંધ.
૩ કલ્યાણ મંદિરતેત્ર રચ્યું એમ પણ બીજે સ્થળે મળે છે. આ કલ્યાણ મંદિર સ્તોત્ર અત્યારે વિદ્યમાન છે કે જે અનેક મંત્રાક્ષથી ભરપુર છે. )
૪ આ ચમત્કારિક બીના કુમારપાલપ્રબંધ અને પ્રબંધચિંતામણીમાં વધુ વિસ્તારથી આપેલી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org