________________
શ્રી ભાવનગરમાં ભરાયેલી સાતમી ગુજરાતી સાહિત્ય પિરષદ્માં પડિત સુખલાલજીનું વહેંચાયેલું ભાષણ. જૈન ન્યાયના ક્રમિક વિકાસ.
ન્યાય અને ન્યાયશાસ્ત્ર—જે અનુમાન પ્રણાલિકાથી સંદિગ્ધ વસ્તુના નિય કરી શકાય છે, તે અનુમાન પદ્ધતિને ન્યાય કહેવામાં આવે છે. જે શાસ્ત્રમાં આવી અનુમાન પદ્ધતિના વિચાર મુખ્યપણે હેાય છે, તે શાસ્ત્ર ન્યાયસાહિત્યમાં સ્થાન લે છે. ન્યાય-શાસ્ત્રમાં માત્ર ન્યાયની અનુમાન પદ્ધતિનીજ ચર્ચા હેાય તેમ કાંઇ નથી હેતુ, તેમાં સમગ્ર પ્રમાણેાનું નિરૂપણ હેય છે. એટલુ જ નહીં પણ તેમાં પ્રમેયાનુ નિરૂપણ સુધા હોય છે. છતાં એટલું ખરૂ કે તેવી જાતના સાહિત્યમાં પ્રમાણ નિરુપણે અને તેમાંયે અનુમાન પદ્ધતિના નિરૂપણે માટા ભાગ રોકેલા હાય છે, તેથીજ તેવી જાતનું સાહિત્ય પ્રાધાન્યેન પ્રવેશ મન્તિ છે એ ન્યાયને અનુસરી ન્યાય સાહિત્ય કહેવાય છે.
ચેતન સૃષ્ટિમાં મનુષ્ય જાતિનુ મહત્વ તેની બુદ્ધિને લીધે છે. તેની મુદ્ધિની મહત્તા વિચાર-સ્વતંત્રતાને લીધે છે. વિચાર-સ્વાત્ર્ય એ તક અને જીજ્ઞાસા શક્તિનું પરિણામ છે. તેથી જ્યારે કાઈ બહારનું કે અંદરનું દબાણ ન હાય ત્યારે હરકોઇ મનુષ્યની બુદ્ધિ ાઆપ શંકા અને તર્ક કર્યાં કરે છે, અને તેમાંથી જ કલ્પનારાક્તિ ખીલતાં ક્રમે ક્રમે અનુમાન પદ્ધતિ નિષ્પન્ન થાય છે.
આ કારણથી ન્યાય એ કાઇ પણ દેશની કોઇ પણ મનુષ્ય જાતિની વિકસિત કે વિકાસ પામતી બુદ્ધિતુ એક દશ્ય સ્વરૂપ છે. ઘેાડામાં કહીએ તેા મનુષ્ય જાતિની વિચારશક્તિ એ એક માત્ર ન્યાયશાસ્ત્રનું ઉદ્ગમ સ્થાન છે.
છતાં દેશભેદ કે સંપ્રદાયભેદથી ન્યાયશાસ્ત્રના વિભાગ પડી જાય છે. જેમ કે—પશ્ચિમ ન્યાયશાસ્ત્ર, પુર્વીય ન્યાયશાસ્ત્ર. પુના ન્યાયશાસ્ત્રમાં પણ વૈશ્વિક, ખાદ્ધ અને જૈન એ મુખ્ય ભાગા છે.
ત્રણ ભેદોનુ* પારસ્પરિક અંતર—આવા ભાગો પડી જવાનુ મુખ્ય કારણ સપ્રદાય ભેદ એ તા છે જ, પણ બીજાએ ખાસ કારણા છે. જેમકે ભાષાભેદ, નિરુષણ પદ્ધતિની ભિન્નતા અને ખાસ કરી સાંપ્રદાયિક પ્રમેયાની અને માન્યતાઓની ભિન્નતાને લીધે ઉપસ્થિત થયેલા પ્રસ્થાન ભેદ, વૈદિક ન્યાયનુ પ્રસ્થાન વેદને પ્રમાણ માની તેને અનુકૂળ ચાલવામાં છે. ઐદ્ધ ન્યાયનું પ્રસ્થાન વેદ કે અન્ય આગમ પ્રમાણને આશ્રિત ન રહી પ્રધાનપણે અનુભવને આધારે ચાલવામાં છે. જૈન ન્યાયનું પ્રસ્થાન વેદના પ્રામાણ્યને સ્વીકાર ન કર્યાં હતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org