________________
દૂધ (Milk)
પ્રબુદ્ધ જીવનમાંથી સાભાર (જુલાઈ 2010)
| હિંમતલાલ એસ. ગાંધી 404, સુંદર ટાવર, ટી.જે.રોડ, શીવરી, મુંબઈ-400 015.
મોબાઇલ – 9323331493 (રહે.) 24131493
આરોગ્ય વિજ્ઞાન તથા પ્રાચીન શાસ્ત્રો મુજબ દૂધને સંપૂર્ણ ખોરાક તરીકે વિશ્વભરમાં સ્વીકારવામાં આવેલ છે. દૂધના ઘટક પોષક દ્રવ્યો અને સુપાચ્યતાના હિસાબે નવજાત શીશુથી લઈને વૃદ્ધ વ્યક્તિઓ સુધી સર્વ માટે તે જરૂરી ખોરાક તરીકે સ્વીકારાયેલ છે.
કતલખાનાઓ દ્વારા કરોડો દૂધાળા પશુઓની કતલ થવાના કારણે દૂધ અને દૂધની પેદાશોની અછતની પરિસ્થિતિ સર્જાઈ છે. જેના કારણે ડેરી ઉદ્યોગ અને પશુપાલકો વધુ દૂધ મેળવવા જે રીતનો ઉપયોગ કરી રહ્યા છે તે રીતો નિર્દય તેમજ હિંસક હોઈને વિશ્વમાં ખાસ કરીને અમેરિકામાં તેમજ ભારતમાં દૂધ એ માંસાહાર છે તેવો પ્રબળ મત ઊભો યો છે. એ રીતો નીચે મુજબ છે -
(1).
ગાય-ભેંસ બચ્ચાંને જન્મ આપ્યા પછી લગભગ દશ મહિના દૂધ આપે છે. સામાન્ય રીતે ત્રણ-ચાર વર્ષે સગર્ભા થાય અ લગભગ ચાર બચ્ચાંને જન્મ આપે. પરંતુ અત્યારે ગાય-ભેંસને દર વર્ષે સગર્ભા બનાવવામાં આવે છે. બચ્ચાને જન્મ આપ્યા પછી ત્રીજે મહિને જ તેને કૃત્રિમ રીતે ગર્ભાધાન કરાવવામાં આવે છે અટલ તે સગર્ભા હોવા છતાં દૂધ આપે છે. તેથી તેના શરીરના કોષોનો ભંગ થાય છે અને તેને કીટોસીસ (Ketosis) નામનો રોગ થાય છે. ગાય-ભેંસને રાખવાની સાંકડી જગ્યા અને ગંદકીના કારણે Mostisis નામનો રોગ થાય છે. ખરાબ ખોરાક અ અશક્તિના કારણે Rumenocidosis નામનો રોગ થાય છે. વળી તેની ક્ષમતા બરાબર રાખવા માટે તેને મોટા પ્રમાણમાં એન્ટીબાયોટિક દવાઓ તથા હોર્મોન્સ આપવામાં આવે છે-જે કારણોને લીધે તેનું આયુષ્ય ઓછું થાય છે - તેમજ દૂધ આપતી બંધ થાય એટલે કતલખાને જાય છે. ડૉ. કુરિયન પણ કબુલ કરે છે કે દર વર્ષે એકલા મુંબઈમાંથી 80,000 વાછરડા કતલખાને જાય છે.
ગાય-ભેંસને ફકન પદ્ધતિથી દોહવામાં આવે છે. ગાય-ભેંસને અતિ પીડા આપવા તેના ગર્ભાશયમાં લાકડી નાંખી હલાવવામાં આવે છે. ગામડાના લોકો માને છે કે આમ કરવાથી દૂધ વધારે મળે છે.
(3)
શહેરોમાં વધુ અને ઝડપી દૂધ મેળવવા માટે ગાય-ભેંસને દરરોજ ઓક્સિટોસીન (Oxitorin) ના બે વખત ઈંજેક્શન આપવામાં આવે છે. આથી ગાય-ભેંસના ગર્ભાશયમાં સોજો આવી જાય છે તથા તે