________________
સખત પીડા ભોગવે છે. અભણ દૂધવાળો પણ ઓક્સિટોસીન અંગે જાણે છે - દરેક તબેલા ડેરી આસપાસના પાન-બીડી વાળા પણ તે રાખે છે. ગુજરાતમાં જ્યારે આ અંગે ડેરીઓ ઉપર દરોડા પાડ્યા ત્યારે એકલા અમદાવાદમાંથી એક જ દિવસમાં 3,50,000 ઇંજેકશનો પકડાયા હતા. આ ઓક્સિટોસીનના કારણે મનુષ્યોમાં હોર્મોન્સની સમતુલા જોખમાય છે. આંખો નબળી પડે છે, કસુવાવડ થાય છે અને કેન્સર પણ થઈ શકે છે. વાછરડાને ભૂખ્યા રાખવામાં આવે છે.
(4)
ડેરીઓમાં ગાય-ભેંસને મશીનથઈ દોહવામાં આવે છે. એટલે છેલ્લે તેમાં દૂધ સાથે લોહી પણ આવી જાય છે.
(5)
એક સનસનાટીભરી હકીકત-અખબારમાં પ્રસિદ્ધ થયેલ કેરાલાની ઘટના છે. એક દૂધવાળો સાયકલ ઉપર દૂધના કેન લઈને કેરાલા-મિલ્ક સ્કીમમાં સપ્લાય કરવા જઈ રહ્યો હતો. અકસ્માત તે સાયકલ પરથી પડી ગયો અને કેનમાનું દૂધ ઢોળાઈ ગયું. તેને મદદ કરનાર લોકોમાંથી એક જણે જોયું તો ઢોળાયેલા દૂધમાં એક મલમલની પોટલી હતી. તે ખોલીને જોયું તો તેમાં 15 થી 20 અળસીયા હતા. પાછળ આવતા બીજા 6 થી 7 દૂધવાળાને રોકીને ચેક કરતાં તેમના કેનમાંથઈ પણ મલમલની અળસીયાવાળઈ પોટલી મળી. દૂધવાળાને પૂછતાં તેમણે જણાવ્યું કે અમે દૂધમાં સારું એવું પાણી ભેળવીએ છીએ. દુધ પાતળું પડી જાય છે. મિલક સ્કીમમાં તેઓ દૂધની ઘનતા તપાસીને દૂધ લે છે. અળસીયા અંદર નાંખવાથી જ્યારે તે મરે છે ત્યારે તેના લચપતા ભાગોથઈ દૂધ જાડુ થાય છે. આજ હકીકત દરેક મોટા શહેરોની મિલ્ક સ્કીમની છે. દિલ્હી, લખનૌ, મુંબઈ વિગેરે એટલે એ દૂધમાં અળસીયાનું માંસ પણ છે.
આજ કારણોસર મેનકા ગાન્ધી, પીટા સંસ્થા, અમેરિકાની ‘વેગાન સોસાયટીના સભ્યો દૂધને માંસાહર માને છે અને દૂધ કે દૂધમાંથઈ બનતી કોઈપણ વસ્તુનો ખોરાકમાં ઉપયોગ નથી કરતાં જો આ દૂધ જ આપણે વાપરતા હોઈએ તો –
(1)
જૈન દેરાસરોમાં પ્રભુજીના પ્રક્ષાલમાં તેમજ અન્ય કોઈ રીતે તે વાપરી જ ન શકાય. એજ રીતે કોઈપણ ધર્મની ધાર્મિક ક્રિયા કે મંદિરોમાં પણ ન જ વાપરી શકાય.
આવા દૂધ કે દૂધમાંથી બનેલી કોઈ પણ વસ્તુ જૈન સાધુ-સાધ્વી વહોરી પણ ન શકે કે વાપરી પણ ન જ શકે.
આજ રીતે ભગવાન મહાવીરના અનુયાયીઓ, શ્રાવક-શ્રાવિકાઓ પણ ઉપયોગમાં ન જ લઈ શકે. અહિંસામાં માનનાર કોઈ જ વ્યક્તિ વાપરી જ ન શકે.