________________ 7. પ્રભાષ્ટિ : પ્રભાષ્ટિ પ્રત્યજ્ઞ ધ્યાનપ્રિય છે. આમાં યોગી ધ્યાનરત રહે છે. યોગનું સાતમું અંગ “ધ્યાન' સધાય છે. રાગ, દ્વેષ, મોહ, ત્રિદોષ રૂપ ભાવ રોગ અહિં વિપ્ન આવતા નથી. આ દષ્ટિમાં ધ્યાન જન્ય સુખનો અનુભવ થાય છે. આ રૂપ, શબ્દ, સ્પર્શ આદિ કામ-વિષયોને જીતવાવાળી છે. આ ધ્યાન-સુખ વિવેક આરિબળની તીવ્રતાથી ઉત્પન્ન થાય છે. આમાં પ્રશાંત ભાવની પ્રધાનતા રહે છે. આની સાત પ્રવૃત્તિની સંજ્ઞા અસંગાનુષ્ઠાન કહેવાય છે. આ ચાર પ્રકારનું માનવામાં આવ્યું છે.પ્રીતિ, ભક્તિ, વચન અને અસંગ, સમગ્ર પ્રકારના સંગ, આસક્તિ કે સંસ્પર્શથી રહિત આત્માનું ચરણ અસંગાનુડાન છે. એને અનાલમ્બન યોગ પણ કહેવામાં આવે છે. આનાથી શાશ્વત પદ પ્રાપ્ત થાય છે. આ મહાગ્રંથ પ્રયાણનું અંતિમ પૂર્વબિન્દુ છે. પર દષ્ટિ : આનાથી યોગનું આઠમું અંગ સમાધિ’ સધાય છે. આમાં અ-સંગતા પૂર્ણ થાય છે. આમાં આત્મતત્વની સહજ અનુભૂતિ થાય છે તેને અનુરૂપ જ સહજ પ્રવૃત્તિ અને આચરણ થાય છે. આમાં ચિત્ત પ્રવૃત્તિ સ્થિર થઈ જાય છે. અને એમાં કોઈ વાસના નથી રહેતી આ દષ્ટિમાં યોગી નિરતિચાર હોય છે તે ઉચ્ચ અવસ્થા પ્રાપ્ત કરે છે. તે સર્વજ્ઞ, સર્વદર્શી, અને અયોગી થઈ જાય છે. આ દષ્ટિમાં તારતમ્યમાં હરિભદ્દે યોગિયોને ચાર કોટિયોમાં વર્ગીકૃત કર્યા છે. ગોત્ર યોગી, કુલ યોગી, પ્રવૃત્તચક યોગી અને નિષ્પન્ન યોગી પ્રથમ શ્રેણીના યોગી કયારેય પૂર્ણ આત્મલાભ કરી શકતા નથી અને ચતુર્થ શ્રેણીના યોગી આત્મલાભ પ્રાપ્ત કરે છે. ફલત: યોગ વિદ્યા માત્ર દ્વિતીય અને તૃતીય શ્રેણીના માટે જ માનવામાં આવે છે. Lib topic 7.3 # 3 www.jainuniversity.org