________________
૭.૩ જૈન યોગની આઠ દ્રષ્ટિઓ
સંસારી આત્માને મોક્ષ (કર્મમુક્ત અવસ્થા) સાથે જોડી આપે તે યોગ, આત્માની ઉર્ધ્વરોહણની સાધના પ્રક્રિયા પણ યોગ જ કહેવાય છે. સંસારોભુખ બનેલો, સંયમ-વૈરાગ્ય-તપ-ઈત્યાદિ દ્વારા આત્મ સન્મુખ બનવા જૈન આચાર્યોએ યોગ ઉપર ઊંડુ વિશદ ચિંતન-સાધનાથી પ્રકાર ભેદ કરેલું છે. પૂ. હરિભદ્રસૂરિજી મ.સા, કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય અને ઉપા યશોવિજય મ.સા. આદિએ યોગસાધકો માટે વિશિષ્ટ વર્ણન કર્યા છે.
યોગદષ્ટિઓ સામાન્યતઃ આઠ છે. જે નીચે પ્રમાણે છે.
૧. મિશ્રાદષ્ટિ :
આ દષ્ટિ પ્રાપ્ત થવાથી સાધક સત શ્રદ્ધાની તરફ સન્મુખ થાય છે. તેને જે પદાર્થનો બોધ થાય છે, તે મંદતા વાળો રહે છે મિત્રાદષ્ટિવાળો સાધક યોગનું પ્રથમ અંગ યમના વિવિધ રૂપોનો પ્રારંભિક અભ્યાસ કરી લે છે. વ્યક્તિ આત્મોન્નતિના હેતુભૂત અન્ય યોગ બીજોનો સ્વીમર કરે છે. આ દષ્ટિમાં દર્શન મોહનીય મિથ્યાત્વ કે અવિદ્યાના વિપર્યાસમાં આત્મગુણોનું ફુરણ તથા અન્તર્વિકાસની દિશામાં પ્રારંભ થાય છે. આ આધ્યાત્મયોગની પહેલી દશા છે. જેમાં દષ્ટિ પૂર્ણતઃ સમ્યક થઈ શકતી નથી, પરંતુ અહિંથી અન્તર્જાગરણ અને ગુણાત્મક પ્રગતિની પાત્રાનો શુભારંભ થાય છે. આ દષ્ટિમાં ગુણીજનોના તરફ આદર, અનુકરણ, દુ:ખીઓના તરફ કરૂણા અને સત્કાર્યો તરફ આદરભાવ ઉત્પન્ન થાય છે.
છે.
તારાદષ્ટિ
આ દષ્ટિ યોગનું બીજું અંગ “નિયમ' સાધે છે. શૌચ, સન્તોલ, તપ, સ્વાધ્યાય અને આત્મચિંતના જીવનમાં પ્રગટવા લાગે છે. આત્મહિતની પ્રવૃત્તિમાં ઉત્સાહ અને તત્ત્વોન્મુખી જિજ્ઞાસા ઉપ્તન્ન થાય છે. તથા સાધક યોગચર્ચામાં અભિરૂચિ ધરાવે છે તારા દષ્ટિનાં સાધકને જન્મ, મરણ રૂપ આવાગમન ક્રિયાનો અત્યંત ભય નથી હોતો. અજાણતા પણ તેનાથી કોઈ અનુચિત ક્રિયા નથી થઈને તેની જાગૃતિ છે. તે મનમાં કોઈ પ્રત્યે દ્વેષ ભાવ લાવતો નથી તે સાત્વિક ચિંતનની દિશામાં ક્રમશઃ આગળ વધે છે. બલાદષ્ટિ : આ યોગનું ત્રીજું અંગ ‘આસન' સાધે છે. આમાં સુખાસન યુક્ત દઢ દર્શન પ્રાપ્ત થાય છે. તત્ત્વ શ્રવણની તીવ્ર ઈચ્છા જાગે છે. અને સાધનામાં અક્ષે-ક્ષેપ નામનો દોષ આવતો નથી. આ દષ્ટિના વિકાસથી અસત પદાર્થો તરફ તૃષણાની સહજ પ્રવૃત્તિ શૂન્ય થઈ જાય છે. સાધક સર્વત્ર સુખમવતાનો અનુભવ કરવા લાગે છે. સાધકના જીવનમાં સ્થિરતાનો સુખદ સમાવેશ થાય છે. તેની સમસ્ત ક્રિયાઓ નિબંધ (બાધારહિત) થવા લાગે છે. બલા દષ્ટિના વિકાસથી યોગીના ધ્યાન, ચિન્તન, મનન આદિ શુભ કમોંમાં વિજ્ઞપ આવતો નથી તે શુભ સમારમ્ભમય ઉપકમમાં કુશળતા પ્રાપ્ત કરતો જાય છે. તે સાધ્ય પ્રાપ્તિના લક્ષ્યની તરફ સદૈવ પ્રયાસરત રહે છે. પાપપૂર્ણ પ્રવૃત્તિઓનો પરિત્યાગ કરી દે છે. ઉત્કૃષ્ટ-આત્મ-અભ્યદય સધાય છે.
Lib topic 7.3 # 1
www.jainuniversity.org