SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ ભારતીય તત્વજ્ઞાન દોષો શોધી કાઢવાની રીત બાબત અસ્પષ્ટ રહેવામાં આનંદ માણે છે. આપણે અગાઉ નોંધ્યું છે કે કુમારિલ ભટ્ટ અને પાર્થસારથિ મિશ્ર અને માને છે કે જ્ઞાનગત દોષનું અજ્ઞાન (અનુપલબ્ધિ) માત્ર આપણને એ જ્ઞાન પ્રમાણ છે એવી ખાતરી કરાવવા માટે પૂરતું છે. પરંતુ પ્રભાકરથી જુદા પડી ગમે તેમ પણ કુમારેલ અપ્રમાણ (બ્રાન્ત) જ્ઞાનની શકયતાનો સ્વીકાર કરે છે, તેથી કરેલ ભારતીય તાર્કિકો દ્વારા સર્વસ્વીકૃત પ્રવૃત્તિરૂપ કસોટી જ્ઞાનને સંભવિતપણે દૂષિત કરનાર દોષને શોધી કાઢવામાં આપણને સહાય કરે છે એવો મત કુમારિલનો ગણીએ તો તેમાં બહુ ખોટું નહિ ગણાય. કુમારિકની મૂઝવણ એટલું જ પુરવાર કરે છે કે આ પ્રશ્ન પરત્વે પ્રભાકરના મસ્ત અને બાકીના ભારતીય તાર્કિકોએ સ્વીકારેલ મત વચ્ચે કોઈ વચલો મત શક્ય નથી.) આ પ્રશ્ન પરત્વે જૈન તાર્કિકના મતનો ખ્યાલ આવે એ ખાતર આચાર્ય હેમચન્દ્ર પોતાની પ્રમાણમીમાંસામાં જે કહ્યું છે તેને અહીં રજૂ કરીએ છીએ.લાક્ષણિક જૈન અનેકાન્તવાદી વલણની છાપ ધરાવતો આ જૈન મત મહદંશે ચાયવૈશેષિક અને બૌદ્ધ તાર્કિક બંનેને સ્વીકાર્ય બનશે. કોઈ શંકા કરે છે – આપે પ્રમાણનું જે લક્ષણ કહેવું હોય તે કહો, પરંતુ તેની પ્રમાણતાનો નિશ્ચય સ્વતઃ થાય છે કે પરતઃ ? અર્થાત્ તે જ પ્રમાણ પોતાની પ્રમાણતાનો નિશ્ચય કરી લે છે કે બીજા કોઈ પ્રમાણથી તેનો નિશ્ચય થાય છે ? પ્રત્યેક જ્ઞાન સ્વસંવેદી છે, અર્થાત દરેક જ્ઞાન પોતે પોતાને જાણે છે. તેથી પ્રમાણભૂત જ્ઞાન પોતાના જ્ઞાનત્ય સ્વરૂપને તો સ્વયં જાણી લેશે, પરંતુ પોતાના સમ્યકપણાને-પ્રામાણ્યને સ્વતઃ નહિ જાણી શકે, કારણ કે જ્ઞાનત્વ તો પ્રમાણ જ્ઞાન અને અપ્રમાણ ઘન બંનેમાં સમાનપણે રહે છે. ઉપરાંત, જો જ્ઞાનના પ્રમાણ્યનું પાન સ્વતઃ જ થઈ જતું હોય તો કોઈને જ્ઞાનના પ્રામાણ્ય બાબત રાંકા જ ન થાય. જો જ્ઞાનની પ્રમાણતા બીજા જ્ઞાનથી જ્ઞાત થતી હોય તો આ બીજું જ્ઞાન ક્યું છે? શું તે (જેની પ્રમાણતાનો નિશ્ચય કરવાનો છે તે) પ્રથમ જ્ઞાનના વિષયને ગ્રહણ કરનારું જ્ઞાન છે કે (તે પ્રથમ જ્ઞાનને આધારે કરવામાં આવેલી) સફળ પ્રવૃત્તિને ગ્રહણ કરનારું જ્ઞાન છે કે પ્રથમ જ્ઞાનના વિષય સાથે અવિનાભાવ સંબંધ ધરાવતા વિષયને ગ્રહણ કરનારું જ્ઞાન છે? આ ત્રણેય જ્ઞાનોની પ્રમાણિતાનો નિશ્ચય જ્યાં સુધી ન થાય ત્યાં સુધી તે ફાનો પ્રથમ જ્ઞાનની પ્રમાણિતાનો નિશ્ચય ન કરાવી શકે. જો તે ત્રણ જ્ઞાનોની પ્રમાણિતાનો નિશ્ચય સ્વતઃ થઈ જતો હોય તો પ્રથમ જ્ઞાને શો અપરાધ કર્યો છે કે જેથી તે પોતાની પ્રમાણતાનો નિશ્ચય પોતે જ ન કરી શકે? જે કહેવામાં આવે કે તે ત્રણ જ્ઞાનોની પ્રમાણતા પણ પરતઃ (અર્થાત્ બીજા જ્ઞાનથી) નિશ્ચિત થાય છે, તો અનવસ્થાઠોષની આપત્તિ આવી પડશે. અર્થાત્ પ્રથમ જ્ઞાનની પ્રમાણતાનો નિશ્ચય કરવા માટે બીજા જ્ઞાનની જરૂર પડી, તેમ બીજા જ્ઞાનની પ્રમાણિતાનો નિશ્ચય કરવા માટે ત્રીજા જ્ઞાનની જરૂર પડવાની, અને આ રીતે આગળ પણ અચાન્ય જ્ઞાનોની કલ્પના કરતા કરતા ક્યાંય અન્ત નહિ આવે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249539
Book TitleGyannu Pramanya Swat ke Parat
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherZ_Bharatiya_Tattva_gyan_001201.pdf
Publication Year1998
Total Pages19
LanguageGujarati
ClassificationArticle & Logic
File Size522 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy