________________
જ્ઞાનવિષયક સમસ્યાઓ આચાર સાથે પાંચમું અર્થપત્તિપ્રમાણ સ્વીકારે છે. ભાક્રમીમાંસકો અને વેદાન્તીઓ આ પાંચ ઉપરાંત છઠું અભાવપ્રમાણ (અનુપલબ્ધિપ્રમાણ) માને છે. પૌરાણિક આ છે પ્રમાણમાં સંભવપ્રમાણ (probability) અને ઐતિહ્ય પ્રમાણે (tradition) એ બે ઉમેરે છે.” મણિમેખલાઈમાં કહ્યું છે કે વેદવ્યાસ, કૃતકોટિ અને જૈમિનિ અનુસાર કુલ દસ પ્રમાણ છે. અહીં આપણને બે નવાં પ્રમાણોનાં નામ મળે છે-સ્વાભાવ પ્રમાણ અને પરિશેષ પ્રમાણમાં આ ગ્રંથકારોએ સ્વીકારેલાં બે નવાં પ્રમાણો એ બીજાઓએ સ્વીકારેલા બે અનુમાનપ્રકારો છે-સ્વભાવાનુમાન અને શેષવત્ અનુમાન. શેરબાસ્કી નોધ છે કે ચરકના અનુયાયીઓ પ્રમાણસંખ્યા અગીઆર સુધી વધારે છે. જેને તાર્કિકો બે જ પ્રમાણો સ્વીકારે છે પ્રત્યક્ષ અને પરોક્ષ.” પ્રમાણોની સંખ્યાનું નિયામક
અહીં એ પ્રશ્ન સ્વાભાવિકપણે ઉપસ્થિત થાય છે કે પ્રમાણોની ભિન્ન ભિન્ન સંખ્યાના નિયામક ભિન્ન ભિન્ન નિયમો કયા છે? બીજા શબ્દોમાં, અમુક દર્શન પ્રમાણોની અમુક જ સંખ્યા માનવા માટે શું કારણ આપે છે. દિગૂનાગ, ધર્મકીર્તિ અને તેમના અનુયાયી બૌદ્ધ તાર્કિકો કહે છે કે જેટલા પ્રમેયોના પ્રકારો છે તેટલા જ પ્રમાણોના પ્રકાર છે. બોદ્ધ મતે પ્રમેયો બે જ પ્રકારનાં છે - સજાતીયવિજાતીય વ્યાવૃત્ત વિશેષ (સ્વલક્ષણ) અને અતવ્યાવૃત્તિરૂપ સામાન્ય (સામાન્યલક્ષણ). સ્વલક્ષણગ્રાહી પ્રત્યક્ષ છે જ્યારે સામાન્યલક્ષણગ્રાહી અનુમાન છે. મીમાંસકો પ્રમેયપ્રકારભેદ ઉપરાંત કારણસામગ્રીપ્રકારભેદને પણ પ્રમાણસંખ્યાનું નિયામક કારણ ગણે છે. નૈયાયિકો પ્રેમયપ્રકારભેદ અને કારણસામગ્રીપ્રકારભેદ ઉપરાંત ફળપ્રકારભેદને પણ પ્રમાણપ્રકારભેદનું કારણ માને છે. " જેન તાર્કિકો જણાવે છે કે પ્રમાજ્ઞાનપ્રકારભેદ (અર્થાતુ ફળપ્રકારભેદ) જ પ્રમાણપ્રકારભેદનું નિયામક કારણ છે. પ્રમાજ્ઞાનને બે સ્વભાવોમાંથી કોઈ એક સ્વભાવ હોય છે વેશદ્યસ્વભાવ યા અવેશદ્યસ્વભાવ. તેથી પ્રમાશાનના સાધકતમ કારણરૂપ પ્રમાણો પણ બે જ છે-પ્રત્યક્ષ અને પરોક્ષ. પ્રત્યક્ષપ્રમરૂપ જ્ઞાન વિશદ છે અને તેનું જનક પ્રમાણ પ્રત્યક્ષપ્રમાણ છે, જ્યારે પરોક્ષપ્રમરૂપ જ્ઞાન અવિશદ છે અને તેનું જનક પ્રમાણ પરોક્ષપ્રમાણ છે.” પ્રમાણાન્તર્ભાવ
જેઓ બીજાઓએ સ્વીકારેલાં પ્રમાણ કરતાં ઓછા પ્રમાણો સ્વીકારે છે તેઓને બે પ્રશ્નોનો જવાબ આપવો પડે છે-(૧) શું તેઓએ ન સ્વીકારેલાં પ્રમાણો. પ્રમાણ જ નથી? (૨) જો તેઓ પ્રમાણ હોવા છતાં સ્વતંત્ર પ્રમાણો ન હોય તો તેમનો અન્તર્ભાવ તેઓ સ્વીકૃત ક્યા પ્રમાણમાં કરે છે? ચાર્વાકોને મતે પ્રત્યક્ષ એક જ પ્રમાણ છે, બીજાઓએ સ્વીકારેલાં અન્ય પ્રમાણો પ્રમાણો જ નથી. બૌદ્ધો શબ્દપ્રમાણનો સમાવેશ અનુમાન પ્રમાણમાં કરે છે. ઉપમાનને તેઓ સ્મૃતિરૂપ જ માને છે અને સ્મૃતિ તેમને મતે અપ્રમાણ હોઈ ઉપમાનને તેઓ પ્રમાણ જ માનતા નથી. ઉપરાંત, અર્થપત્તિને અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org