________________
૧૪૪
ભારતીય તત્ત્વજ્ઞાન બાબતે કોઈ નિર્દેશ આપતા નથી કે સાંખ્યો પ્રસ્તુત પ્રશ્ન પરત્વે શું વલણ અપનાવે છે પરંતુ તેના ખંડનકારોના વિધાનો સૂચવે છે કે સાંખ્યો પ્રામાણ્ય અને અપ્રામાણ્ય બંનેને સ્વતઃ જ્ઞાત સમજે છે. ધર્મકીર્તિ અનુસાર જ્ઞાન જ સ્વતઃ શાંત થાય છે જ્યારે તેનું પ્રામાણ્ય સફળ પ્રવૃત્તિ પરથી અનુમિત થાય છે. તેના વૃત્તિકાર મનોરથ આની સમજૂતીમાં કહે છે કે જો વિષય અભ્યસ્ત હોય તો પ્રામાણ્ય સ્વતઃ જ્ઞાત થાય છે પરંતુ જો વિષય અનવ્યસ્ત હોય (અર્થાત્ પ્રણવ વાર જ ગૃહીત થતો હોય) તો પ્રામાણ્ય સફળ પ્રવૃત્તિ પરથી અનુમિત થાય છે. ધર્મકીર્તિના પ્રમાણવાર્તિકમાં કે તેના પરની વૃત્તિમાં કે ન્યાયબિંદુમાં અપ્રામાણ્ય કેવી રીતે જ્ઞાત થાય છે તેની વાત કરવામાં આવી નથી. શાન્તરક્ષિત તેમના તત્ત્વસંગ્રહ ગ્રંથમાં જણાવે છે કે જો વિષય અભ્યસ્ત હોય તો જ્ઞાનનું પ્રામાણ્ય અને અપ્રામાણ્ય બંને સ્વતઃ જ્ઞાત થાય છે જ પરંતુ જો વિષય અનભ્યસ્ત હોય તો શાનનું પ્રામાણ્ય અને અપ્રામાણ્ય અને પ્રવૃત્તિની સફળતા કે નિષ્ફળતા ઉપરથી અનુમિત થાય છે. બૌદ્ધધર્મદર્શનના આધુનિક પ્રખર વિદ્વાન રોબાસ્કી અને પ્રોફેસર એસ.સી. ચેટરજી' એવા બૌદ્ધ મતની નોંધ લે છે જે શાન્તરક્ષિતે આપેલા બૌદ્ધ મતથી સાવ જુદો છે. આ મત અનુસાર જ્ઞાનનું અપ્રામાણ્ય સ્વતઃ જ્ઞાત થાય છે જ્યારે તેનું પ્રામાણ્ય સફળ પ્રવૃત્તિ પરથી અનુમિત થાય છે. આ બંને વિદ્વાનો સમક્ષ સર્વદર્શનસંગ્રહ જણાય છે જેમાં આ મત બોદ્ધોના નામે ચડાવાયો છે. કદાચ આ મત બૌદ્ધ ચિંતકોના એક વર્ગનો હોઈ શકે. અથવા, સર્વદર્શનકારે બૌદ્ધ મતને ખોટી રીતે રજૂ કર્યો હોય.
જૈન તાર્કિક અકલકે અર્ધપંક્તિ- પ્રમાણૂં અવદારદ્ધિ- જરા અમથા ફેરફાર સાથે પ્રમાણવાર્તિકમાંથી ઉઠાવી છે.“ધર્મકીર્તિ સાથે અકલંક પણ માને છે કે જ્ઞાનનું પ્રમાણ્ય સફળ પ્રવૃત્તિ પરથી અનુમિત થાય છે. ધર્મકીર્તિની જેમ તે પણ જ્ઞાનનું અપ્રામાણ્ય કેવી રીતે જ્ઞાત થાય છે એ પ્રશ્ન બાબત કંઈ જ જણાવતા નથી. ઉત્તરકાલીન જૈન તાર્કિકો એવો મત ધરાવે છે કે વિષય અભ્યસ્ત હોય તો જ્ઞાનનું પ્રામાણ્ય અને અપ્રમાણ્યિ બંને સ્વતઃ જ્ઞાત થાય છે જ્યારે વિષય અનભ્યસ્ત હોય તો જ્ઞાનનું પ્રામાણ્ય અને અપ્રામાણ્ય બંને પ્રવૃત્તિની સફળતા અને નિષ્ફળતા ઉપરથી અનુમિત થાય છે. આમ જેને મત શાંતરક્ષિતે નોધેલા બૌદ્ધ મત સાથે તદ્દન એકરૂપ છે. પ્રમાણોની સંખ્યા
આપણે જોઈ ગયા કે પ્રમાનું (યથાર્થ જ્ઞાનનું) જે સાધકતમ કારણ છે તેને પ્રમાણ કહેવામાં આવે છે. પાશ્ચાત્ય તાર્કિકો સામાન્યતઃ બે જ પ્રમાણે માને છે પ્રત્યક્ષ અને અનુમાન. પરંતુ ભારતીય દાર્શનિકોમાં પ્રમાણની સંખ્યા પરત્વે વિવિધ મન્તવ્યો છે. ચાર્વાકો એક જ પ્રમાણ માને છે. તે છે પ્રત્યક્ષ. બૌદ્ધો અને વૈશેષિક બે જ પ્રમાણ સ્વીકારે છે. પ્રત્યક્ષ અને અનુમાન. સાંખ્યો આ બેમાં ત્રીજા પ્રમાણ શબ્દનો ઉમેરો કરે છે. નૈયાયિકો આ ત્રણ ઉપરાંત ચોથું ઉપમાન પ્રમાણ સ્વીકારે છે. પ્રાભાકર મીમાંસકો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org